બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / આરોગ્ય / પ્રેગ્નન્ટ મહિલાઓ સાવધાન! જો શરીરમાં આ લક્ષણ દેખાય તો હોઇ શકો છો ઝીકા વાયરસના શિકાર

હેલ્થ / પ્રેગ્નન્ટ મહિલાઓ સાવધાન! જો શરીરમાં આ લક્ષણ દેખાય તો હોઇ શકો છો ઝીકા વાયરસના શિકાર

Last Updated: 06:52 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Zika Virus: ઝીકા વાયરસના સંક્રમણના લક્ષણ હલ્કા હોય છે પરંતુ ગર્ભવતી મહિલાએ તેનાથી ખૂબ જ સતર્ક રહેવું જોઈએ. સમય રહેતા ધ્યાન ન રાખવા પર બાળકોના ગ્રોથ અને હેલ્થ બન્ને પર ખરાબ અસર પડે છે.

ઝીકા વાયરસના સંક્રમણના લક્ષણ સામાન્ય હોય છે. પરંતુ ગર્ભવતી મહિલાને તેનાથી ખૂબ જ સતર્ક રહેવું જોઈએ. સમય રહેતા ધ્યાન ન આપવા પર બાળકના ગ્રોથ અને હેલ્થ બન્ને પર ખરાબ અસર પડે છે.

zika-virus-001.jpg

કેવી રીતે ફેલાય છે ઝીકા વાયરસ?

ઝીકા વાયરસ સંક્રમિત મચ્છર એડીધ એઝિપ્ટી અને એલ્બોપિક્ટસના કોટથી ફેલાય છે. આ વાયરસ યૌન સંપર્ક, બ્લડ ઈન્ફેક્શન કે પ્રસવ વખતે સંક્રમિત માતાથી બાળકમાં પ્લેસેંટાના દ્વારા ખૂબ જ જલ્દી ફેલાઈ શકે છે. માટે ગર્ભવતી મહિલાને પહેલા ત્રણ મહિનામાં અલ્ટ્રા સાઉન્ડ સ્ક્રીનિંગ કરાવતી વખતે સાવધાર રહેવું જોઈએ.

PROMOTIONAL 10

ઝીકા વાયરસના લક્ષણ

સામાન્ય રીતે ઝીકા વાયરસના સંક્રમિત 80 ટકા લોકોમાં કોઈ સંક્રમણ નથી જોવા મળતું. પરંતુ જો કોઈને તાવ, દાણા નિકળવા, સાંધામાં દુખાવો, માથામાં દુખાવો કે કંજેક્ટિવાઈટસ જેવું લાગી રહ્યું છે તો તેને ઈગ્નોર ન કરો આ લક્ષણ સંક્રમિત મચ્છરના કરડવાના એક અઠવાડિયા બાદ જોવા મળે છે બાદમાં લગભગ એક અઠવાડિયા સુધી તે રહી શકે છે.

Pregnancy-Tips

બાળક પર સંક્રમણની અસર

ગર્ભવતીમાં સંક્રમણ બાળકમાં માઈક્રોસેફલી નામના બર્થ ડિફેક્ટના કારણે બની શકે છે. આ સ્થિતિમાં બાળકનું માથા નાનું કે ચપટુ રહે છે. તેના ઉપરાંત આંખોમાં કમજોરી, માથામાં દુખાવો, મસ્તિષ્કમાં ન્યૂરોન્સની કમી અને હાઈપરટોનિયા જેવી સમસ્યા પણ જોવા મળી શકે છે.

કેવી રીતે કરશો ઝીકાની સારવાર?

ગર્ભવતીને ઝીકાના લક્ષણ દેખાવવા પર બ્લડ કે યુરીનનું RT-PCR ટેસ્ટ કરાવવો જોઈએ. આમ તો ઝીકા વાયરસ માટે કોઈ એન્ટીવાયરસ ટ્રીટમેન્ટ નથી. પરંતુ દુખથી રાહત મેળવવા અને તાવને ઓછો કરવા માટે ડોક્ટર અમુક દવા જરૂર આપે છે. તેના ઉપરાંત ગર્ભવતીને વધારેમાં વધારે સમય આરામ કરવાની સાથે જ હાઈડ્રેટ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.

preganent-1

રાખો આ સાવધાની

  • ગર્ભવતી મહિલાને આખી સ્લીવ વાળા કપડા પહેરવા જોઈએ.
  • જો ઘરની આસપાસ મચ્છર ખૂબ વધારે છે તો મચ્છરદાનીનો ઉપયોગ કરો અને પોતાની આસપાસ પાણી જમા ન થવા દો.

વધુ વાંચો: ચોમાસામાં તમારી કારમાં જો વરસાદનું પાણી ઘૂસી જાય, તો અપનાવો આ સરળ ટિપ્સ, રહેશો ફાયદામાં

જીકા વાયરસથી પ્રભાવિત વિસ્તારોમાં જવાથી બચવું જોઈએ.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Symptoms Zika Virus Pregnant Woman
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ