બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / અમદાવાદથી માત્ર 4 કલાકના અંતરે આવેલ છે ચોમાસામાં ફરવા માટેનું બેસ્ટ પ્લેસ, જુઓ Photos

ટ્રાવેલ / અમદાવાદથી માત્ર 4 કલાકના અંતરે આવેલ છે ચોમાસામાં ફરવા માટેનું બેસ્ટ પ્લેસ, જુઓ Photos

Last Updated: 02:55 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોધ કે ઝરણા જોવા માટે ઘણા લોકો ગુજરાતની બહાર ફરવા જાય છે પણ આપણાં ગુજરાતમાં એ ઘણી જગ્યાઓએ ધોધ જોવા મળે છે, જ્યાંની સુંદરતા તમારું મન મોહી લેશે અને તમે વિચારવા લાગશો કે આ મારુ જ ગુજરાત છે ને..!

ગુજરાતમાં ફરવાલાયક સ્થળો તો ઘણા છે અને પ્રવાસીઓ માટે ગુજરાત એક આકર્ષણનું કેન્દ્ર છે. ગુજરાતનાં અલગ અલગ સ્થળોની અલગ અલગ સુંદરતા અને મહત્વ છે. ધાર્મિક રીતે અઢળક મંદિરો અને ફરવા માટે મનમોહી લે એવા કુદરતી દ્રશ્યોથી ભરપૂર ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે. ગુજરાતમાં વરસાદનું આગમન થાય એટલે કેટલાક વિસ્તારો અને જગ્યા સર્વગથી ઓછી નથી દેખાતી.

waterfall

ધોધ કે ઝરણા જોવા માટે લોકો જે ગુજરાતની બહાર ફરવા જાય છે એમને જણાવી દઈએ કે આપણાં ગુજરાતમાં પણ ઘણી જગ્યાઓએ ધોધ જોવા મળે છે જ્યાં જઈને તમે એ વહેતા પાણીનો ખૂબ આનંદ ઉઠાવી શકો છો. આજે અમે તમને એક એવાજ ધોધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાંની સુંદરતા તમારું મન મોહી લેશે અને તમે એક સેકન્ડ માટે વિચારવા લાગશો કે આ મારુ જ ગુજરાત છેને..

dhodh-1

ઝરવાણી ધોધ

નર્મદા જિલ્લા વિશે આપણે ઘણું સાંભળ્યું છે નર્મદા જિલ્લો આ નામ સાંભળીએ એટલે ફક્ત સરદાર સરોવર ડેમ કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી આ બે નામ જ મગજમાં આવે પણ નર્મદા જિલ્લા એવી ઘણી જગ્યાઓ આવેલી છે કે જે ખૂબ ઓછી જાણીતી છે અને ઘણા લોકોને નથી ખબર પણ એ જગ્યાઓ ખૂબ જ સુંદર છે. આવી જ એક છુપાયેલી જગ્યાઓ માંથી એક છે ઝરવાણીનો ધોધ.

sou_14

ક્યાં આવેલ છે?

નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિલોમીટર દૂર અને થાવડીયા ચેકપોસ્ટથી 7 કિલોમીટર દૂર આવેલ છે. તે શુલપેનશ્વર વન્યજીવ અભયારણ્યની અંદર આવેલું છે જે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના ભાગનું ઘર છે. અમદવાદથી આ જગ્યા માત્ર 203 કિમી દૂર આવેલી છે. ધોધ સુધી પંહોચવા માટે વડોદરા થઈને જ જવું પડે છે સાથે જ વડોદરાથી એ જગ્યા પર પંહોચવા માટે બસ પણ મળી રહે છે.

PROMOTIONAL 11

આકર્ષણનું કેન્દ્ર

જો કે નર્મદા જીલ્લો ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ માટે ઘણું પ્રખ્યાત છે પણ હાલ આ સુંદર જગ્યા લોકો માટે ધીરે ધીરે આકર્ષણનું કારણ બની રહ્યું છે. ત્યાં જવાવાળા લોકો તો એમ પણ કહે છે કે ડેમ જોવામાં મજા આવે તેના કરતા વધુ મજા મજા ઝરવાણીનો ધોધ જોવામાં આવે છે. સાથે જ ચોમાસામાં આ ધોધની મુલાકાત અચૂક લેવા જેવી હોય છે.

વધુ વાંચો: પહાડો પર વહેતા ઝરણાંનો અદભુત Video રેલવેએ કર્યો શેર, વીડિયો જોઇ ફરવાનો પ્લાનિંગ બનાવી દેશો

આસપાસ ફરવાલાયક સ્થળો

ઝરવાણી ધોધથી 100 કિમી જેટલું દુર નિનાઈ ધોધ પણ આવેલ છે. સાથે જ ત્યાં આસપાસ શૂલપાણેશ્વર મંદિર અને અભયારણ, રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાનું મંદિર, કરજણ ડેમ, કેવડિયામાં આવેલો નર્મદા ડેમ અને ખાસ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો આનંદ તમે માણી શકો છો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Zarwani Waterfall Travel Tips Monsoon Travel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ