બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કેજરીવાલને ઝટકા પર ઝટકો! કોર્ટે 3 દિવસના CBI રિમાન્ડ કર્યા મંજૂર

BIG BREAKING / કેજરીવાલને ઝટકા પર ઝટકો! કોર્ટે 3 દિવસના CBI રિમાન્ડ કર્યા મંજૂર

Last Updated: 07:20 PM, 26 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBI એ આજે ​​દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ઔપચારિક ધરપકડ કરી હતી. હવે કોર્ટે કેજરીવાલને 3 દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલી દીધા છે. જો કે કેન્દ્રીય એજન્સીએ તેની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી. આ પહેલા કોર્ટમાં સીએમ કેજરીવાલે મનીષ સિસોદિયા પરના તેમના કથિત નિવેદનને નકારી કાઢ્યું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. હવે દારૂ કૌભાંડ કેસમાં ફરી એકવખત મોટો ઝટકો લાગ્યો છે. દારુ કૌભાંડ કેસમાં હવે અરવિંદ કેજરીવાલની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. CBI એ તેની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે કસ્ટડીની અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 3 દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલી દીધા છે. કેજરીવાલે સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતું કે મીડિયામાં સીબીઆઈના સૂત્રોને ટાંકીને બતાવવામાં આવી રહ્યું છે કે મેં એક નિવેદનમાં સમગ્ર દોષ મનીષ સિસોદિયા પર નાખ્યો છે, મેં એવું કોઈ નિવેદન નથી આપ્યું કે સિસોદિયા દોષિત છે કે અન્ય કોઈ દોષિત છે. મેં કહ્યું છે કે સિસોદિયા નિર્દોષ છે, આમ આદમી પાર્ટી નિર્દોષ છે, હું નિર્દોષ છું.

અમને બદનામ કરવાનું ષડયંત્ર

અરવિંદ કેજરીવાલે કહ્યું કે CBI ની આખી યોજના મીડિયાની સામે અમને બદનામ કરવાની છે. આ બધી બાબતો સીબીઆઈના સૂત્રો દ્વારા મીડિયામાં ફેલાવવામાં આવી છે. કેજરીવાલે એવો પણ દાવો કર્યો હતો કે સીબીઆઈ આ મામલાને સનસનાટી મચાવી રહી છે. તેમણે કહ્યું કે આ અંગે સ્પષ્ટતા થવી જોઈએ. તેમનો હેતુ મામલાને સનસનાટી મચાવવાનો છે. સીબીઆઈના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે તેમણે તથ્યોના આધારે દલીલ કરી હતી અને એજન્સીના કોઈ સ્ત્રોતે કંઈ કહ્યું નથી.

વધુ વાંચો : 'મેં આવું કોઇ નિવેદન નથી આપ્યું કે...', મનીષ સિસોદિયાને લઇ CBIએ કરેલા દાવાઓનું કેજરીવાલે કર્યું ખંડન

કેજરીવાલની કસ્ટડીની માંગણી કરતી અરજીમાં સીબીઆઈએ કોર્ટને કહ્યું કે આ કેસમાં મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે તેમની પૂછપરછ કરવી પડશે. દિલ્હીના મુખ્યમંત્રીને પુરાવા અને અન્ય આરોપીઓ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. સીબીઆઈએ કહ્યું કે અમારે તેની કસ્ટડીમાં પૂછપરછ કરવાની જરૂર છે. તે કહે છે કે વિજય નાયર આતિશી અને સૌરભ ભારદ્વાજની નીચે કામ કરતો હતો. તે તમામ દોષ મનીષ સિસોદિયા પર નાખી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

CBI ArvindKejriwal liquorscam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ