બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / LPGથી લઇને ક્રેડિટ કાર્ડ... આજથી બદલાઈ ગયા છે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

તમારા કામનું / LPGથી લઇને ક્રેડિટ કાર્ડ... આજથી બદલાઈ ગયા છે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

Last Updated: 01:17 PM, 1 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં દર મહિને પહેલી તારીખે કેટલાય બદલાવ જોવા મળે છે અને આજે 1 જુને પણ ઘણા મોટા બદલાવ થઈ રહ્યા છે. આ બદલાવની અસર વાહન ચલાવવાથી લઈને ઘરના રસોડા પર પડવાની છે.

આજથી જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આજથી દેશમાં ઘણા મોટા ફેરફાર જોવા મળશે, જે સીધા તમારા ખિસ્સા પર અસર કરનાર સાબિત થઈ શકે છે. આમાં LPG Cylinderની કિંમતથી લઈને Credit Cardના નિયમો સામેલ છે. તો ચાલો જાણીએ આવા 5 મોટા બદલાવો વિશે.

LPG-GAS-Rate-2 (2).jpg

LPG Cylinderના ભાવ

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિને પહેલી તારીખે LPG Cylinderના ભાવોમાં ફેરફાર કરે છે અને આજે સુધારેલા ભાવ જારી કરવામાં આવ્યા છે. આજે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટ્યા છે, પરંતુ 14 કિલોગ્રામવાળા ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી.

ATF અને CNG-PNG ભાવ

LPG Cylinderના ભાવમાં ફેરફાર સાથે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ફ્યૂલ (ATF) અને સીએનજી-પીએનજી (CNG-PNG) ના ભાવમાં પણ ફેરફાર કરે છે. ATFના ભાવમાં 6.5 ટકાનો ઘટાડો થયો છે. નોંધનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

Credit Card.jpg

SBI Credit Card

1 જૂન, 2024થી SBI Credit Cardના નિયમો બદલાઈ ગયા છે. SBI કાર્ડ મુજબ, જૂન 2024 થી કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે સરકારી સંબંધિત ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ લાગુ થશે નહીં. તેમાં સ્ટેટ બેંકનું AURUM, SBI કાર્ડ ELITE, SBI કાર્ડ ELITE એડવાન્ટેજ અને SBI કાર્ડ પલ્સ, SimplyCLICK SBI કાર્ડ, SimplyClick એડવાન્ટેજ SBI કાર્ડ અને SBI કાર્ડ પ્રાઇમનો સમાવેશ થાય છે.

ડ્રાઈવિંગ લાઇસન્સ ટેસ્ટ

આજથી પ્રાઇવેટ ઇન્સ્ટીટયુટ (ડ્રાઈવિંગ સ્કુલ) માં પણ ડ્રાઈવિંગ ટેસ્ટ થઈ શકશે, અત્યાર સુધી આ ટેસ્ટ માત્ર RTO તરફથી જારી સરકારી સેન્ટરમાં જ થતા હતા. હવે પ્રાઇવેટ ઇન્સ્ટીટયુટમાં પણ લાઇસન્સ માટે ડ્રાઈવિંગ ટેસ્ટ થશે અને તેમને લાઇસન્સ આપી દેવામાં આવશે. જો કે એ વાતનું ધ્યાન રહે કે આ ટેસ્ટ પ્રોસેસ માત્ર એ પ્રાઇવેટ ઇન્સ્ટીટયુટમાં થશે જેને RTO તરફથી માન્યતા આપવામાં આવશે. આની સાથે જ 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરો ગાડી ચલાવતા જોવા મળ્યા તો પછી તેના પર 25000 રૂપિયાનો દંડ લાગશે, સાથે જ 25 વર્ષ સુધી લાઇસન્સ પણ ઈશ્યૂ નહીં કરવામાં આવે.

વધુ વાંચો: બેંકની FDના બદલામાં લોન, જાણો કેટલી મળશે લોન અને કેટલું ચૂકવવું પડે વ્યાજ

Proomotional post VTV Election

Aadhaar Card ફ્રી અપડેટ

UIDAI એ આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની ડેડલાઇન 14 જૂન કરી દીધી હતી અને આને ઘણીવાર આગળ વધારવામાં આવી છે, જેથી હવે તેને વધારે આગળ વધારવાની સંભાવના ઓછી છે. એવામાં આને ફ્રીમાં અપડેટ કરવા માટે આધાર કાર્ડ ધારક પાસે કેટલાક દિવસોનો જ સમય બચ્યો છે. આ પછી આધાર કેન્દ્રમાં જઈને અપડેટ કરાવવા પર 50 રૂપિયા પ્રતિ અપડેટ ચાર્જ આપવો પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Rule Change From 1st June 2024 LPG Cylinder Price SBI Credit Card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ