બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ગેનીબેન ઠાકોરે કોંગ્રેસને બતાવ્યો અરીસો, નિવેદન બાદ જિલ્લા સંગઠનમાં ભારે ઉહાપોહ, જાણો એવું તો શું બોલ્યા

કકળાટ / ગેનીબેન ઠાકોરે કોંગ્રેસને બતાવ્યો અરીસો, નિવેદન બાદ જિલ્લા સંગઠનમાં ભારે ઉહાપોહ, જાણો એવું તો શું બોલ્યા

Last Updated: 05:23 PM, 7 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha Politics News: બનાસકાંઠામાં ગેનીબેનના નિવેદનને લઇ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી, લખ્યું કે, જે નિવેદન આપ્યુ તે પાયાના કાર્યકરોને ઠેસ પહોંચાડવા વાળુ છે

લોકસભાની ચૂંટણી હેમખેમ પૂર્ણ થઈ ગઈ છે. જેનો પરિણામ આપણે સૌ કોઈએ જાણી લીધા છે. ગુજરાતમાં 25 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે કોંગ્રેસમાં બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેને પંજાને મજબૂત બનાવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના આંતરિક કકળાટનો વધુ એક મુદ્દો સામે આવ્યો છે. ગેનીબેને આપેલા નિવેદન મુદ્દે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા આપતી પોસ્ટ સામે આવી છે.

ગેનીબેનના નિવેદનને લઇ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પોસ્ટ

બનાસકાંઠામાં ગેનીબેનના નિવેદનને લઇ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી છે. જેમાં ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગેનીબેન ઠાકોરનું સંગઠન મામલે નિવેદન દુખદ છે. જે નિવેદન આપ્યુ તે પાયાના કાર્યકરોને ઠેસ પહોંચાડવા વાળુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની ગ્રાઉન્ડ લેવલે પકડ ન હોવાનું ગેનીબેને નિવેદન આપ્યુ હતુ.

ગેનીબેન શું નવિદેન આપ્યું હતુ ?

જે નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, ઉમેદવારે પોતાના દમ અને સમાજની તાકાત પર ચૂંટણી લડવી પડતી હોય છે. તેમણે કહ્યું કે, પક્ષમાં સિસ્ટમનો અભાવ અને પક્ષ વિરોધી કામ કરતા લોકોને કોઈ સ્થાન ન મળવું જોઈએ. ખોટું કરે છે તેને સજા ન કરો અથવા પક્ષમાંથી દૂર ન કરો તો બીજા લોકો પ્રેરિત થાય છે. પક્ષમાંથી દૂર ન કરવાના કારણે પાર્ટીને નુકસાન થતુ હોય છે.

વાંચવા જેવું: આતુરતાનો અંત, રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યા જીલ્લામાં ક્યારે વરસાદ

ડૉ.મનીષ દોશી શું કહ્યું ?

ગેનીબેન ઠાકોરના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, પક્ષમાં ગેરશિસ્ત ચલાવી ન લેવી જોઈએ એ એમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કોંગ્રેસ પક્ષ વિરોધી કામ કરનાર સામે કડક કાર્યવાહી કરશે. વધુમાં કહ્યું કે, સંગઠનમાં મજબૂતી સતત ચાલતી પ્રક્રિયા છે. સક્રિયતાથી કામ કરનારને આગળ લઇ જવાની પ્રક્રિયા કરાશે અને આગામી સમયમાં પક્ષ વિરોધી કામ કરનાર સામે કાર્યવાહી કરાશે

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Congress Banaskantha News Geniben Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ