બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જુલાઈમાં આટલા બધા દિવસ બંધ રહેશે બેંક, કામથી જતા પહેલા ચેક કરો રજાઓનું લિસ્ટ

તમારા કામનું / જુલાઈમાં આટલા બધા દિવસ બંધ રહેશે બેંક, કામથી જતા પહેલા ચેક કરો રજાઓનું લિસ્ટ

Last Updated: 07:17 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIની રજાઓના લિસ્ટ આધારે જુલાઈ મહિનામાં 12 દિવસ બેંક બંદ રહેવાની છે. જેમાં શનિ રવિની રજાઓ પણ સામેલ છે.

અત્યારે આપણે બેંક સંબંધિત અનેક કામ ઘરે બેઠા ઓનલાઈન કરી દઈએ છીએ. પરંતુ અમુક કામ માટે આપણે બેંકની બ્રાન્ચમાં જવું જ પડે છે. જેમાં કોઈ ડોક્યુમેન્ટ જમાં કરાવવાનું હોય, એકાઉન્ટ ઈનએક્ટિવ કરવાનું હોય કે ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવા સહિતના કામ માટે બ્રાન્ચમાં જવુ પડે છે. પરંતુ જો તમે આ જુલાઈ મહિનામાં કામ માટે બેંકમાં જવાનું વિચારી રહ્યા છો તો તમારે આ મહિનાની બેંકની રજાઓ પર નજર કરવી જોઈયે. નહીં તો તમે બેંક પહોંચશો પણ બેંકના દરવાજા પર તાળું મારેલું જોવા મળી શકે છે.

આ જુલાઈ મહિનામાં 12 દિવસ બેંકો બંદ રહેવાની છે. અલગ અલગ રાજ્યમાં અલગ અલગ દિવસે રજા રહેશે. આ 12 રજાઓમાં શનિ-રવિના હોલીડે સામેલ છે. તો અનેક રાજ્યમાં સ્થાનિક તહેવારના કારણે રજાઓ જાહેર કરવામાં આવી છે. આવો જાણીએ આ જુલાઈ મહિનામાં ક્યારે બેંક બંદ રહશે.

આ રહ્યું બેંકની રજાઓનું લિસ્ટ

3 જુલાઈ 2024: "બેહ દીનખલામ" નામના તહેવારની મેઘાલયમાં રજા

6 જુલાઈ 2024: મિઝો હમિચે ઈંસુઈહખૌમ પાવત (MHIP)ના કારણે મિઝોરમમાં રજા

7 જુલાઈ 2024: રવિવાર

8 જુલાઈ 2024: કાંગ રથયાત્રાના કારણે મણિપુરમાં રજા

9 જુલાઈ 2024: "દ્રુપ્કા ત્સે-ઝી"ના કારણે સિક્કિમમાં રજા

13 જુલાઈ 2024: બીજો શનિવાર

14 જુલાઈ 2024: રવિવાર

16 જુલાઈ 2024: "હરેલા"ના તહેવારના કારણે ઉત્તરાખંડમાં રજા

17 જુલાઈ 2024: મોહરમ/અશૂરા/U Tirot Sing Dayના કારણે ગુજરાત, ગોવા, ઓડિશા, સિક્કિમ, અસમ, મણિપુર, ચંદીગઢ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળને બાદ કરતા દેશના બીજા રાજ્યમાં રજા

21 જુલાઈ 2024: રવિવાર

27 જુલાઈ 2024: ચોથો શનિવાર

28 જુલાઈ 2024: રવિવાર

સંકળાયેલા મુદ્દાઓ

Bank Holiday Lifestyle July Bank Holiday
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ