બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રોકાણકારો માટે કમાણીની તક, આ સપ્તાહે લોન્ચ થશે બે કંપનીના 2700 કરોડના IPO

શેરબજાર / રોકાણકારો માટે કમાણીની તક, આ સપ્તાહે લોન્ચ થશે બે કંપનીના 2700 કરોડના IPO

Last Updated: 08:15 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અઠવાડિયે મેનબોર્ડ કેટેગરીમાં એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝના IPO આવી રહ્યા છે.

Upcoming IPOs: આ અઠવાડિયે મેનબોર્ડ કેટેગરીમાં એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝના IPO આવી રહ્યા છે.IPO માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. એક પછી એક કંપનીઓ તેમના IPO લઈને આવી રહી છે. આ અઠવાડિયે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝનો IPO મેઇનબોર્ડ કેટેગરીમાં આવી રહ્યો છે.

3 જુલાઈના ખુલશે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સનો IPO 3 જુલાઈએ ખુલશે. કંપની આ IPO દ્વારા લગભગ રૂ. 1,952 કરોડ એકત્ર કરશે. આ IPO નવા ઈશ્યુ અને ઓફર ફોર સેલ (OFS)નું મિશ્રણ હશે. આ IPOમાં રૂ. 800 કરોડનો નવો ઈશ્યુ અને રૂ. 1,152 કરોડનો OFS આવશે.

આ ફાર્માસ્યુટિકલ્સનો IPO 3જીથી 5મી જુલાઈ દરમિયાન છૂટક રોકાણકારો માટે ખુલશે. તેની પ્રાઇસ બેન્ડ રૂ. 960 થી રૂ. 1,008 પ્રતિ શેર રાખવામાં આવી છે. તેની લોટ સાઈઝ 14 શેર નક્કી કરવામાં આવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 10 જુલાઈએ શેરનું લિસ્ટિંગ થઈ શકે છે.

sher-market

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સએ નમિતા થાપર સાથે સંકળાયેલી એક કંપની છે, જે શાર્ક ટેન્ક પર જજ હતી. કંપનીની સ્થાપના 1981માં થઈ હતી. કંપની ફાર્મા સેક્ટરમાં કામ કરે છે.

Website Ad 1200_1200 2

બંસલ વાયર IPO

બંસલ વાયર ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ પણ 3જીથી 5મી જુલાઈ વચ્ચે ખુલશે. આ IPOની ઈશ્યુ સાઈઝ 745 કરોડ રૂપિયા હશે. આ સમગ્ર આઈપીઓ ફ્રેસ ઈશ્યુ થવાનો છે. જેમાં 2.91 કરોડ શેર વેચવામાં આવશે. તેની લોટ સાઈઝ 58 શેર રાખવામાં આવી છે. આ શેર 10 જુલાઈના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.

બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ એક સ્ટેનલેસ સ્ટીલ કંપની છે. તેની સ્થાપના 1985માં થઈ હતી. કંપની ઉચ્ચ કાર્બન સ્ટીલ વાયર, લો કાર્બન સ્ટીલ વાયર અને સ્ટેનલેસ સ્ટીલ વાયર સેગમેન્ટમાં કામ કરે છે. કંપની લગભગ 3,000 વિવિધ પ્રકારના સ્ટીલ વાયર બનાવે છે. નાણાકીય વર્ષ 2023-24માં કંપનીની આવક રૂ. 2,470 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન કંપનીએ રૂ. 78.80 કરોડનો નફો કર્યો હતો.

આ પણ વાંચોઃસુકન્યા સમૃદ્ધિ યોજના, જે તમારી દીકરીને બનાવશે કરોડપતિ, બસ દર મહિને કરો આટલું રોકાણ

આ બે કંપનીઓનું લિસ્ટિંગ

મેઈનબોર્ડ કેટેગરીમાં એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિમિટેડ અને વ્રજ આયરન એન્ડ સ્ટીલ લિમિટેડના IPO આ સપ્તાહે BSE અને NSE પર લિસ્ટ થશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPCOMING IPOS stock markets updates Bansal Wire Industries
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ