બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બેદરકારી! પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા EVM કચરામાંથી મળ્યાં, VTVના ખુલાસા બાદ વહીવટી તંત્ર થયું દોડતું

રીપોર્ટ / બેદરકારી! પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા EVM કચરામાંથી મળ્યાં, VTVના ખુલાસા બાદ વહીવટી તંત્ર થયું દોડતું

Last Updated: 03:43 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં ચૂંટણી પંચની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં આણંદનાં બોરસદમાંથી 2 ઈવીએમ મળી આવતા વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.

આણંદમાં ચૂંટણીપંચની ગંભીર બેદરકારી સામે આવવા પામી છે. આણંદનાં બોરસદમાંથી 2 ઈવીએમ મશીન મળી આવતા વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. 2018 ની અમિયાદ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા EVM કચરામાંથી મળ્યા હતા. વીટીવી ન્યૂઝનાં ખુલાસા બાદ વહીવટી તંત્ર દોડતું થયું હતું.

કચરાનાં ઢગલામાંથી ચૂંટણી સાહિત્યની શોધખોળ હાથ ધરાઈ

બોરસદ શહેરનાં જૂનાં શાક માર્કેટ પાછળ કચરાનાં ઢગલામાંથી ઈવીએમ મશીન મળ્યા બાદ વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલાની જાણ પ્રાંત અધિકારી, પોલીસ સહિત પાલિકાનાં અધિકારીઓને થતા લોકો તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચ્યા હતા. તેમજ ઢગલામાંથી મળેલા ઈવીએમ મશીન કબ્જે કરવામાં આવ્યા હતા. તેમજ કચરાનાં ઢગલામાં ચૂંટણી સાહિત્યની શોધખોળ હાથ ધરાઈ હતી.

વધુ વાંચોઃ રૂ. 5 કરોડની રોકડ, 1 કરોડથી વધુ કિંમતનું સોનું, મનસુખ સાગઠીયાની તપાસમાં મોટો ઘટસ્ફોટ

જિલ્લા કલેક્ટર જોડે ચૂંટણીપંચે રીપોર્ટ મંગાવ્યો

બોરસદમાં કચરામાંથી ઈવીએમ મળી આવતા આ બાબતને વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી નોંધ લીધી છે. જીલ્લા કલેક્ટર જોડે ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો હતો. તેમજ જીલ્લા કલેક્ટર દ્વારા બેદરકારી દાખવનાર સામે કડક પગલા ભરવા સૂચના આપી હતી. તેમજ બોરસદ શાકમાર્કેટનાં કચરામાંથી EVM મળી આવ્યા હતા.

Google news Follow now

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gross Negligence Anand Election Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ