બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી

વરસાદી માહોલ / અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી

Last Updated: 08:02 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા.

અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો. નરોડા, સૈજપુર, કુબેરનગર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારે વરસાદનાં કારણે રસ્તા પર પાણી ભરાયા હતા. નરોડા પાટિયાથી દેવી સિનેમાં રોડ પર પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ હતી. સૈજપુર ગામ ગરનાળા અને કુબેરનગરમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

હાટકેશ્વર અને ખોખરાની નવદુગાઁ સોસાયટીથીમાં પાણી ભરાયા

અમદાવાદ પુર્વમાં હાટકેશ્ર્વર અને ખોખરાની નવદુગાઁ સોસાયટીથી જાડેજા કોલ્ડડ્રિંસ સુધીના માર્ગમાં પાણી ભરાયા છે..અમરાઈવાડી થી જોગણી માતાના મંદિર અને CTM જામફળવાડી પાસે પણ વરસાદી પાણી ભરાયા છે.

વરસાદમાં કોર્પોરેશનની કામગીરીને લઈ મેયરની અધ્યક્ષતામાં બેઠક કરી

અમદાવાદમાં વરસાદની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. વરસાદમાં કોર્પોરેશનની કામગીરીને લઈ મેયરની અધ્યક્ષતામાં બેઠક યોજી છે..વધુ વરસાદમાં કેવી રીતે કામગીરી કરવી તેની ચર્ચા કરવામાં આવશે. અમદાવાદમાં રવિવારે ૧૩૫ થી વધુ જગ્યાએ પાણી ભરાયાં હતા. કોર્પોરેશનના કોલ સેન્ટરમાં ૧૪૦ થી વધુ પાણી ભરાવાની ફરિયાદ મળી હતી.

વધુ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજા રહેશે મહેરબાન, આવનારા 5 દિવસ ભારે વરસાદની આગાહી

મેયર પ્રતિભા જૈનનો વરસાદમાં કોર્પોરેશનની નિષ્ફળતા બાબતે જવાબ

જ્યાં ભૂવા પડ્યા છે ત્યાં અધિકારીઓને સૂચના આપી છે. જે વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યાં પાણી ઉતરી ગયું છે. અમદાવાદમાં ૩૦ જૂનના રોજ ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ હતી. ટેકનિકલ સમસ્યાઓને કારણે પાણી ઉતારવામાં સમસ્યાઓ છે. આવતીકાલથી કોઈ સમસ્યા ઊભી નહિ થાય. વધુ વરસાદ પડે અને લોકોને તકલીફ ના પડે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ગોતા, સાયન્સ સિટી વિસ્તાર સિવાય અન્ય વિસ્તારોમાં ૨-૪ કલાકમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Torrential rain East Area
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ