બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / WhatsAppનું નવું ફીચર તમે વાપર્યું, જે માંગો તે મળશે, જાણી લો રીત

તમારા કામનું / WhatsAppનું નવું ફીચર તમે વાપર્યું, જે માંગો તે મળશે, જાણી લો રીત

Last Updated: 11:41 AM, 29 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meta AI: મેટાએ ભારતમાં પોતાનું Meta AI ચેટબોટ લોન્ચ કરી દીધુ છે. હવે તેને અપડેટેડ વોટ્સએપ, ફેસબુક મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામ એપમાં ઉપયોગ કરી શકાશે.

મેટાએ ભારતમાં પોતાનું Meta AI ચેટબોલ લોન્ચ કરી દીધુ છે. રિપોર્ટ અનુસાર હવે તમે વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર જેવી એપ્સમાં એઆઈ ચેટબોલનો ઉપયોગ કરી શકો છો. મળેલી જાણકારી અનુસાર Meta AIને લગભગ બે મહિના પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના પહેલા Meta AI ફક્ત ન્યૂઝીલેન્ડ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જ ઉપલબ્ધ હતું.

whatsapp-bann_1_0

ai.meta.comએ એક ઓફિશ્યલ બ્લોગ પોસ્ટમાં જણાવ્યું, 'મેટા લામા 3 પર બેસ્ટ છે જે આજ સુધીના અમારા સૌથી એડવાન્સ્ડ મોડલ છે. મેટા એઆઈ એક ઈન્ટેલિજન્ટ અસિસ્ટંટ છે. જે જટિલ તર્ક કરવા, નિર્દેશોનું પાલન કરવા, વિચારોને વિઝુઅલાઈઝ કરવા અને નાની સમસ્યાઓનું સમાધાન કરવામાં સક્ષમ છે.' આ નવી સુવિધા યુઝર્સને સીધા સર્ચ ઈન્ટરફેસની અંદર રેકમેન્ડેશન અને પ્રોમ્પ્ટ્સ આપીને મેટા એઆઈની સાથે વધારે એફિશિઅન્ટ રીતે જોડવાની પરવાનગી આપે છે.

PROMOTIONAL 13

અલગ અલગ ટોપિક્સ પર લેટેસ્ટ અને અપ-ટૂ-ડેટ ઈન્ફોર્મેશન મળી શકશે.

  • રેકમેન્ડેશન્સ લઈ શકો છો.
  • આઈડિયા જનરેટ કરી શકો છો.
  • અલગ અલગ લેન્ગવેજમાં ઈમેજ અને ટેક્સ્ટને ટ્રાન્સલેટ કરી શકો છો.
  • પોયમ જનરેટ કરી શકો છો.
  • ટેક્સ્ટને સમરાઈઝ કરી શકો છો.
  • પ્રોફેશનલ રીતે ઈ-મેલ કમ્પોઝ કરી શકો છો.
  • ઈમેજ જનરેટ કરી શકો છો.
  • આઈડિયા વિઝુઅલાઈઝન કરી શકો છો.
  • પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો.
  • ઈન્ટરેસ્ટ એક્સપ્લોર કરી શકો છો.
whats-up-watch

સોર્સ અનુસાર વોટ્સએપ દ્વારા મેટા AI ચેટબોલ ફીચરને જાહેર કરી દેવામાં આવ્યું છે. એવામાં અપડેટેડ વોટ્સએપમાં તમને બોટમ રાઈટ કોર્નરમાં હવે બ્લૂ રિંગ દેખાશે. અપડેટને પ્લે સ્ટોરથી ઈન્સ્ટોલ કર્યા બાદ આ આઈકન પર ટેપ કરવાથી એક નવી વિંડો ઓપન થશે. હવે આ નવી વિંડોમાં તમે ટાઈપ કરીને કે રેકોર્ડ કરીને પોતાની ક્વેરી આપી શકો છો. જો તમને પોતાના વોટ્સએપમાં મેટા AI જોવા મળે તો તમે નીચે આપેલી રીતથી તેને ચેટ્સમાં યુઝ કરી શકો છો.

વધુ વાંચો: IRCTCની સાથે કરો થાઈલેન્ડ ટૂર, સાવ ઓછા ખર્ચે વિદેશ ફરવાની બેસ્ટ તક

  • સૌથી પહેલા WhatsApp ઓપન કરો.
  • પછી કોઈ પણ ચેટ પર જાઓ.
  • પછી ચેટ્સ ટેબમાં Meta AI આઈકન પર ક્લિક કરો.
  • જો પ્રોમ્પ્ટ હોય તો ટર્મ્સને રીડ અને એક્સેપ્ટ કરો.
  • ત્યાર બાદ કોઈ પ્રેમ્પ્ટને સિલેક્ટ કરો કે પોતાનું પ્રોમ્પ્ટ ટાઈપ કરો.
  • ત્યાર બાદ પ્રોમ્પ્ટેડ ટેક્સ્ટને મોકલી દો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meta AI Instagram WhatsApp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ