બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહ દુખી દુખી થઈ ગઈ, પોસ્ટથી ચાહકોના પીગળ્યાં દિલ

પતિ માટે પ્યાર ઉમટ્યો / રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહ દુખી દુખી થઈ ગઈ, પોસ્ટથી ચાહકોના પીગળ્યાં દિલ

Last Updated: 05:21 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહ પતિના ટી 20 વર્લ્ડ કપ છોડવાના નિર્ણયથી દુખી દુખી થઈ ગઈ છે.

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે T20 વર્લ્ડ કપ 2024માં જોરદાર દેખાવ કર્યો હતો. ભારતે રોમાંચક ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો. રોહિત બ્રિગેડ 2023માં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપનું ટાઇટલ જીતવાનું ચૂકી ગઈ હતી પરંતુ તેણે ટી 20માં વાપસી કરી છે અને ટ્રોફી જીતી લીધી છે. જીત બાદ રોહિત શર્માએ ટી 20 ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી હતી.

રોહિતની ટી 20 નિવૃતિથી રીતિકા દુખી

રોહિતની પત્ની રીતિકા સજદેહ પણ રોહિતથી ખૂબ ખુશ છે પરંતુ તેને હવે એક વાતનું દુખ લાગ્યું છે. હકીકતમાં ટી 20 ક્રિકેટમાંથી નિવૃતી લેવાનો રોહિતનો નિર્ણય રીતિકાને ગમ્યો નથી એટલે કે રોહિત વધારે રમે તેવી તેની ઈચ્છા હતી. રીતિકાએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

શું લખ્યું રીતિકાએ

રીતિકાએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “રોહિત, હું જાણું છું કે તમારા માટે આનો કેટલો અર્થ છે. આ ફોર્મેટ, આ કપ, આ લોકો, આ પ્રવાસ અને તમે હંમેશા જેનું સપનું જોયું છે તેને પ્રાપ્ત કરવાની આખી પ્રક્રિયા. હું જાણું છું કે છેલ્લા કેટલાક મહિના તમારા માટે કેટલા મુશ્કેલ રહ્યા છે. હું જાણું છું કે તમારા હૃદય, દિમાગ અને શરીર પર તેની કેટલી અસર થઈ છે, પરંતુ તમને તમારા સ્વપ્નને સાકાર કરવા માટે તે અતિ ભાવનાત્મક અને પ્રેરણાદાયક હતું. તમારી પત્ની તરીકે, તમે જે હાંસલ કર્યું છે, તમે આ રમત પર અને તેને પ્રેમ કરતા લોકો પર જે અસર પડી છે તેના પર મને ખૂબ ગર્વ છે. પરંતુ તમારી રમતને પ્રેમ કરનાર વ્યક્તિ તરીકે, તમે તેનો કોઈપણ ભાગ છોડી દો તે જોઈને મને દુઃખ થાય છે. હું જાણું છું કે તમે ટીમના શ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને આ વિશે ઘણું વિચાર્યું છે, પરંતુ તેમ છતાં, તમારે માટે આ ફોર્મેટ છોડવું સરળ નથી. હું તમને ખૂબ પ્રેમ કરું છું અને તે બદલે ગર્વ અનુભવું છું. આ સાથે રીતિકાએ હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કર્યું હતું.

11 વર્ષ બાદ ICC ટ્રોફી, 13 વર્ષ બાદ વર્લ્ડ કપ જીત્યો

ઉલ્લેખનીય છે કે ભારતે 11 વર્ષ બાદ ICC ટ્રોફી, 13 વર્ષ બાદ વર્લ્ડ કપ અને 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. રોહિતે ફાઈનલ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ મારી પણ છેલ્લી મેચ હતી. ગુડબાય કહેવાનો આ યોગ્ય સમય છે. હું કોઈપણ ભોગે ટાઈટલ જીતવા માંગતો હતો.

વધુ વાંચો : T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મોટી ચૂક ! 'આઉટ નહોતો ડેવિડ મિલર, બાઉન્ડ્રીને સ્પર્શ્યો હતો સૂર્યનો પગ'

કેવી રહી રોહિતની ટી 20 કારકીર્દી

રોહિતે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 159 મેચમાં 4231 રન બનાવ્યા જેમાં પાંચ સદી અને 32 અડધી સદી સામેલ છે. જોકે રોહિતે ટી 20 ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી છે પરંતુ ટેસ્ટ વનડે ક્રિકેટ રમવાનું ચાલું રાખશે.

સંકળાયેલા મુદ્દાઓ

rohit sharma wife ritika sajdeh Ritika Sajdeh rohit sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ