બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / લોંગ ડ્રાઇવ વખતે નહીં લાગે થાક, ગાડીમાં હશે આ 5 ફીચર્સ તો સફર રહેશે આરામદાયક

ઓટો ટિપ્સ / લોંગ ડ્રાઇવ વખતે નહીં લાગે થાક, ગાડીમાં હશે આ 5 ફીચર્સ તો સફર રહેશે આરામદાયક

Last Updated: 05:31 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાહનોમાં કેટલાક ફીચર એવા હોય છે જે તમારી ડ્રાઇવને સેફ અને આરામદાયક બનાવે છે. જો તમે લોંગ ડ્રાઇવ કરો છો તો નીચે જણાવેલ ફીચર્સનો ઉપયોગ તમને થાકથી બચાવે છે.

સૌ લોકો જાણે છે કે, લોંગ ડ્રાઇવ દરમિયાન થાકી જવાય છે. લાંબા સમય સુધી ડ્રાઇવ કરવાથી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. થાકના કારણે ડ્રાઈવિંગમાં ફોકસ નથી રહેતું. આજે તમને કારના એવા ફીચર્સ વિશે જણાવીશું જે વાહનમાં હોવાથી થાક નથી લાગતો અને સફર પણ આરામદાયક રહે છે.

car-8

ક્રૂઝ કંટ્રોલ

ક્રૂઝ કંટ્રોલથી વાહનની ગતિ સેટ કરી શકાય છે. તેના કારણે વારંવાર એક્સીલેટર અને બ્રેક લગાવવાની જરૂર નથી પડતી. ફીચરના કારણે પગને પણ આરામ મળે છે.

એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ

આ ફીચર ક્રૂઝ કંટ્રોલનું અપડેટ વર્ઝન છે. તેનાથી આગળની ગાડીથી ડિસ્ટન્સ જળવાઈ રહે છે. આ ફીચરના કારણે ટ્રાફિકમાં વાહન ચલાવતા દરમિયાન થાક ઓછો લાગે છે. કેમ કે વારંવાર સ્પીડ કંટ્રોલ કરવાની જરૂર નથી પડતી.

PROMOTIONAL 11

લેન ડિપાર્ચર વોર્નિંગ

જો તમે અજાણતા લેનની બહાર નીકળી જાઓ છો તો લેન ડિપાર્ચર વોર્નિંગ નામનું ફીચર તમને સાવચેત કરે છે. આ ફીચર લોંગ ડ્રાઇવ વખતે થાક લાગે ત્યારે કામમાં આવે છે.

બ્લાઈન્ડ સ્પોટ મૉનિટરિંગ

બ્લાઈન્ડ સ્પોટ મૉનિટરિંગ નામના ફીચરના કારણે અન્ય વાહનથી વોર્ન કરે છે. આ ફીચરથી લેન બદલતા સમયે ટક્કરથી બચાવ થાય છે. તમે જ્યારે થાકેલા હોય ત્યારે આ ફીચર ખૂબ કામમાં આવે છે.

હીટેડ અને મસાજ સીટ

આ પ્રકારની સીટથી તમારા પીઠ અને પગની માંસપેશિયોને આરામ મળે છે. તેનાથી થાક પણ ઓછો લાગે છે. આ ફીચરથી યાત્રા દરમિયાન લોહીનું પરિભ્રમણ યોગ્ય પ્રમાણમાં થાય છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Car Tips Car Safety Car Drive
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ