બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સામાજિક કાર્યકર મેધા પાટકરને જેલ અને 10 લાખનો દંડ, આ કેસમાં કોર્ટે સંભળાવ્યો ચુકાદો

દિલ્હી / સામાજિક કાર્યકર મેધા પાટકરને જેલ અને 10 લાખનો દંડ, આ કેસમાં કોર્ટે સંભળાવ્યો ચુકાદો

Last Updated: 05:47 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના બદનક્ષી કેસમાં સામાજિક કાર્યકર મેધા પાટકરને 5 મહિનાની જેલની સજા થઈ છે.

વર્ષો સુધી નર્મદા આંદોલન ચલાવનાર સામાજિક કાર્યકર મેધા પાટકરને 5 મહિનાની જેલની સજા અને 10 લાખના દંડની ફટકારવામાં આવી છે. દિલ્હીની સાકેત કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં તેમને સજા કરી છે.

મેધા પાટકર પર કયો કેસ

મેધા પાટકર પર લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ પ્રેસ રિલીઝ જારી કરવાનો અને આમ જનતામાં તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. એટલું જ નહીં, કોર્ટે મેધા પાટકરને વિનય સક્સેનાને 10 લાખ રૂપિયાની રકમ આપવાનો આદેશ આપ્યો છે. આ તેની બદનામીની ભરપાઈ માટે હશે.

વધુ વાંચો : રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહ દુખી દુખી થઈ ગઈ, પોસ્ટથી ચાહકોના પીગળ્યાં દિલઉપલી કોર્ટમાં પડકારીશું

કોર્ટના નિર્ણય બાદ મેધા પાટકરની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યું કે સત્યને ક્યારેય હરાવી શકાય નહીં. અમે કોઈને બદનામ કરવાનો પ્રયાસ કર્યો નથી. અમે માત્ર કામ કરીએ છીએ. અમે આ નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારીશું. મેધા પાટકર 'નર્મદા બચાવો આંદોલન' સાથે સંકળાયેલા છે. આ પહેલા કોર્ટે 7 જૂને થયેલી સુનાવણીમાં મેધા પાટકરને દોષિત જાહેર કરી હતી અને સજા માટે 1 જુલાઈની તારીખ નક્કી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે સક્સેનાને 'દેશભક્ત નહીં પરંતુ કાયર' ગણાવતા અને હવાલા વ્યવહારમાં તેમની સંડોવણીનો આરોપ મૂકતા પાટકરનું નિવેદન માત્ર બદનક્ષી સમાન નથી, પરંતુ તે નકારાત્મક ધારણાને ઉશ્કેરવા માટે રચાયેલું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Medha Patkar imprisonment Medha Patkar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ