બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / સુરક્ષા અને સરળતા માટે Gmail નો ઉપયોગ કરતી વખતે આટલા ફીચર્સ જાણવા જરૂરી

ટેક્નો / સુરક્ષા અને સરળતા માટે Gmail નો ઉપયોગ કરતી વખતે આટલા ફીચર્સ જાણવા જરૂરી

Last Updated: 06:16 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G-Mail એક મેસેજિંગનું માધ્યમ છે. GMailથી તમે અનેક ફાઈલની આપ લે કરી શકો છો. જો તમે G-Mailનો ઉપયોગ કરો છો તો તમારે એનાં અમુક ફીચર્સ જાણવા જરૂરી છે. જેનાથી તમે તેને આસાનીથી મેનેજ કરી શકશો. આજે G-Mailના કેટલાક ફીચર્સ વિશે જાણીશું.

G-Mailને તમે ઝડપી મેનેજ કરી શકો તે માટે તમને કેટલાક શોર્ટકટ આપે છે.આ શોર્ટકટ શરૂ કરવા સેટિંગમાં જવુ, ત્યાર બાદ All Seting પર ક્લિક કરવું, તેમાં જનરલમાં જઈને "કીબોર્ડ ચાલુ કરો"ઓન કરવું. જેમાં તમે નવો મેઇલ લખવા "C" દબાવવું, મેઇલને આર્કાઈવમાં રાખવા "E" ઉપયોગ કરી શકાય. મેઈલને અનરીડ કરવા Shift+U દબાવવું. ઇનબૉક્સમાં જવા G+I દબાવવું.

E-MAIL-221

GMailમાં તમે ગુપ્ત જાણકારી મોકલી શકો છો. આ માટે તમે જ્યારે મેઇલ લખો ત્યારે નીચે આપેલા લોક અને ઘડિયાળનું આઇકોન દબાવો.જેમાં તમે એક સમય સેટ કરી શકો છો. આ મેસેજને વાંચવા રિસીવરે પાસવર્ડ નાખવો પડે છે. આ ફીચરમાં તમે એવું પણ સેટ કરી શકો છો જેનાથી સામેવાળો શખ્સ આ મેઇલને ફોરવર્ડ નથી કરી શકતો, કોપી પણ નથી કરી શકતો, પ્રિન્ટ કે ડાઉનલોડ પણ નથી કરી શકતો. જેનાથી તમારી જાણકારી સુરક્ષિત રહે છે.

PROMOTIONAL 11

જો તમે કોઈ એવો મેઇલ તૈયાર કર્યો હોય જેને તમે હાલમાં મોકલવા ના માંગતાં હોય તો તેને મોકલવાનો સમય સેટ કરી શકો છો. મેઇલ લખીને સેન્ડ બટનની પાસેના વિકલ્પ પર ક્લિક કરો. Schedule Send બટન દબાવો. જ્યારે તે મેઇલને મોકલવા માંગો છો તે તારીખ અને સમય સેટ કરી શકો છો.

GMailના સર્ચબારમાં અનેક એવા શબ્દ હોય છે જેનાથી તમે આસાનીથી કોઈ પણ મેઈલ શોધી શકો છો. કોઈ ખાસ વ્યક્તિનો મેઇલ શોધવા from @example.com - સર્ચ કરવું. has:attachment - સર્ચ કરવાથી જે મેઇલમાં ફાઈલ અટેચ કરેલી તે મેઇલ મળે છે. દા.ત. before: 01/07/2024 - સર્ચ કરવાથી કોઈ ખાસ તારીખ પહેલાનો ઇમેઇલ શોધી શકાય છે. જે મેઇલ અત્યાર સુધી વાંચ્યો ના હોય તેને શોધવા is:unread - સર્ચ કરી શકાય છે.

આ પણ વાંચો: લોંગ ડ્રાઇવ વખતે નહીં લાગે થાક, ગાડીમાં હશે આ 5 ફીચર્સ તો સફર રહેશે આરામદાયક

તમે આંગળીથી Gmail મેનેજ કરી શકો છો. જેમાં તમારે સેટિંગમાં જઈને, જનરલ સેટિંગ પર ક્લિક કરી swipe action પસંદ કરવું. આ ફીચરથી તને આંગળીથી મેઈલ મેનેજ કરી શકો છો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

GMail Gmail Features Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ