બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ટીમ ઇન્ડિયાને ક્યારે મળશે નવા હેડ કોચ? BCCI સચિવે આપી સૌથી મોટી અપડેટ, જાણો

T20 વર્લ્ડ કપ 2024 / ટીમ ઇન્ડિયાને ક્યારે મળશે નવા હેડ કોચ? BCCI સચિવે આપી સૌથી મોટી અપડેટ, જાણો

Last Updated: 01:41 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2024 Latest News : જય શાહે ન્યૂઝ એજન્સીને આપેલ ઈન્ટરવ્યુમાં ભારતીય ટીમના નવા કોચ અને T20માં નવા કેપ્ટનને લઈ મોટો ખુલાસો કરતાં કહ્યું, BCCIએ તેના નવા કોચની પસંદગી કરી છે પણ......

T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ 2024માં ભારતના ભવ્ય વિજય બાદ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં T20 વર્લ્ડ કપ 2024ના અંત સાથે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જેને લઈ હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેમની વિદાય પછી ભારતીય ટીમના નવા કોચ અને T20માં નવા કેપ્ટન કોણ હશે અને આ બંનેની જાહેરાત ક્યારે કરવામાં આવશે. આ દરમિયાન સેક્રેટરી જય શાહે એક મોટો ખુલાસો કર્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ હવે હાલમાં વાવાઝોડાને કારણે ટીમ ઈન્ડિયાની સાથે BCCI સેક્રેટરી જય શાહ પણ બાર્બાડોસમાં છે. જય શાહે ન્યૂઝ એજન્સીને આપેલ ઈન્ટરવ્યુમાં ભારતીય ટીમના નવા કોચ અને T20માં નવા કેપ્ટનને લઈ મોટો ખુલાસો કર્યો છે. BCCI સેક્રેટરી જય શાહે કહ્યુ કે, BCCIએ તેના નવા કોચની પસંદગી કરી છે તેની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે.

આવો જાણીએ કોણ બનશે ટીમના નવા કોચ અને કેપ્ટન ?

જય શાહે ખુલાસો કર્યો છે કે, BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિએ તાજેતરમાં ટીમ ઈન્ડિયાના નવા કોચ માટે એક ઈન્ટરવ્યુ લીધો હતો અને તે પછી બે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જોકે તેમણે નામ જાહેર કર્યું નથી પરંતુ ચોક્કસપણે કહ્યું કે, ટીમને ભારતના શ્રીલંકાના પ્રવાસ દરમિયાન નવો કોચ મળશે. વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમના કોચ હશે. ભારતીય ટીમના નવા કોચ માટે ગૌતમ ગંભીર સૌથી મોટો દાવેદાર છે. તેમના નામની સૌથી વધુ ચર્ચા છે. જોકે હવે તે ટીમનો કોચ બનશે કે નહીં તે શ્રીલંકા પ્રવાસ દરમિયાન જ ખબર પડશે.

મહત્વનું છે કે, T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમના ગયા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટનનું પદ પણ ખાલી થઈ ગયું છે. આ અંગે જય શાહે જણાવ્યું હતું કે, હાલમાં કોઈના નામને મંજુરી આપવામાં આવી નથી. પસંદગીકારો હવે T20 ટીમના નવા કેપ્ટનને લઈને બેઠક કરશે. તે પછી જ નિર્ણય લેવામાં આવશે.

વધુ વાંચો : T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હિટમેન IPL રમશે કે નહીં? રોહિત શર્માએ કર્યો ખુલાસો

ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનું ઈનામ

T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન અને ટ્રોફી જીત્યા બાદ BCCI એ જીતના એક દિવસ બાદ ટીમ ઈન્ડિયા અને સપોર્ટ સ્ટાફ માટે 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. તેમણે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી. આ સિવાય તેણે ભવિષ્યમાં ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 BCCI Team India Coach
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ