બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હિટમેન IPL રમશે કે નહીં? રોહિત શર્માએ કર્યો ખુલાસો

ક્રિકેટ / T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હિટમેન IPL રમશે કે નહીં? રોહિત શર્માએ કર્યો ખુલાસો

Last Updated: 11:21 AM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માએ રિટાયરમેન્ટના નિર્ણય અંગે ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે ટી20માંથી નિવૃત્તિ લેવાનો તેનો કોઈ ઈરાદો નથી પરંતુ સંજોગો એવા બન્યા કે તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી.

T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી રોહિત શર્માએ નિવૃત્તિ લઈ લીધી છે. રોહિતે 2007 T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને હવે T20 વર્લ્ડ કપ જીત્યાના 17 વર્ષ બાદ રોહિતે રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. રોહિતના નામે આ ફોર્મેટમાં સૌથી વધુ રન, સૌથી વધુ સિક્સ અને સૌથી વધુ સદી છે.

આ જીત બાદ સૌથી પહેલા વિરાટ કોહલીએ T-20 ઈન્ટરનેશનલમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી અને આના થોડા સમય બાદ રોહિત શર્માએ પણ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાહેરાત કરી હતી. એટલું જ નહીં તાજેતરમાં જ રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

Website Ad 3 1200_628

રોહિત શર્માએ રિટાયરમેન્ટના નિર્ણય અંગે ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે ટી20માંથી નિવૃત્તિ લેવાનો તેનો કોઈ ઈરાદો નથી પરંતુ સંજોગો એવા બન્યા કે તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટીમ ઈન્ડિયા માટે આ તેની છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ હતી. કેપ્ટને કહ્યું કે આ ફોર્મેટને અલવિદા કહેવાનો આ સારો સમય છે. આ મને જોઈતું હતું, મને કપ જોઈતો હતો અને મને તે મળી ગયો.

રોહિત શર્માએ કહ્યું વાતચીત દરમિયાન કહ્યું, 'મેં વિચાર્યું ન હતું કે હું T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈશ પરંતુ સ્થિતિ આવી બની. મને લાગ્યું કે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. વર્લ્ડકપ જીત્યા પછી અલવિદા કહેવાથી વધુ સારું બીજું કંઈ ન હોઈ શકે. જો કે હું ચોક્કસપણે IPL રમવાનું ચાલુ રાખીશ.'

વધુ વાંચો: રોહિતથી લઇને બુમરાહ સુધી.., ICCએ કર્યું T20 વર્લ્ડકપની 'ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ'નું એલાન, કોહલી OUT કે In?

રોહિત શર્મા હાલમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે તમામ T20 વર્લ્ડ કપ રમ્યા છે. તે 2007 T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો. ત્યાર બાદ હવે 2024માં તેની કેપ્ટનશીપમાં ટીમે આ ટૂર્નામેન્ટ જીતી હતી. રોહિત શર્માએ તેની કારકિર્દીમાં કુલ 159 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને 4231 રન બનાવ્યા. આ ફોર્મેટમાં તેના નામે સૌથી વધુ 5 સદીનો રેકોર્ડ પણ છે. રોહિતે ટી20 ઈન્ટરનેશનલમાં કુલ 32 અડધી સદી પણ ફટકારી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma T20 WC 2024 Rohit Sharma Retirement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ