બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / કુદરતી આફતમાં કાર ડૂબી જવા પર મળશે ઇન્શ્યોરન્સનો લાભ? જાણો નિયમ શું કહે છે

જાણવા જેવું / કુદરતી આફતમાં કાર ડૂબી જવા પર મળશે ઇન્શ્યોરન્સનો લાભ? જાણો નિયમ શું કહે છે

Last Updated: 12:26 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car Insurance: મોનસૂન આવવાની સાથે જ દેશભરના ઘણા વિસ્તારમાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં તો વરસાદ બાદ પુર જેવી સ્થિતિ થઈ ગઈ છે. પરંતુ શું પાણીમાં કાર ડુબવા પર ઈન્શ્યોરન્સ ક્લેમ મળે છે?

મોનસૂન આવવાની સાથે દેશભરના ઘણા વિસ્તારોમાં ખૂબ વરસાદ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર રાજધાની દિલ્હી અને ઉત્તરાખંડના અમુક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ભારે વરસદાના બાદ ઘણી કાર પાણીમાં તરી રહી છે. એવામાં એક સવાલ થઈ રહ્યો છે કે શું વરસાદ પુર જેવી કુદરતી આફતોમાં કાર ડૂબવા કે ખરાબ થવા પર ઈન્શ્યોરન્સ કંપની પાસેથી ઈન્શ્યોરન્સ મળે છે?

car-dhul

વરસાદ

મોનસૂનની સાથે જ દેશના ઘણા વિસ્તારોમાં ખૂબ વરસાદ થઈ રહ્યો છે. વધારે વરસાદ થવાના કારણે ઘણા વિસ્તાર પાણીમાં ડૂબેલા છે. ત્યાં જ પહાડી વિસ્તારોમાં પણ ઘણી વખત વરસાદ આવવાના કારણે ગાડીઓ ડૂબી જાય છે. આટલું જ નહીં ઘણી વખત અંડરગ્રાઉન્ડ/બેસમેન્ટ પાર્કિંગ સુધી પણ પાણી ઘુસી જાય છે. જેનાથી ગાડીઓ ડૂબી જાય છે.

એવી સ્થિતિમાં ગાડી માલિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત વરસાદ રિપેરિંગમાં લાખોનું બીલ આવી જાય છે. એવામાં સવાલ છે કે શું ઈન્શ્યોરન્સ પુર કે વરસાદથી થતા નુકસાનને કવર કરે છે?

Car-Insurance1

કેવી રીતે મળશે ઈન્શ્યોરન્સ?

જણાવી દઈએ કે કાર ઈન્શ્યોરન્સ પણ ઘણા પ્રકારના હોય છે. જો કોઈ શખ્સે કોમ્પ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પોલિસી લીધી છે. તો તે વ્યક્તિ પુરના નુકસાનનું ક્લેમ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર જો તમે કોમ્પ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પોલિસી લીધી છે તો તમે પુર, આગ અથવા ચોરીના કારણે થતી બધા નુકસાનમાં ક્લેમ કરી શકો છો. કારણ કે કોમ્પ્રિહેંસિવ પોલિસી પુર અથવા પાણીથી થતુ દરેક પ્રકારનું નુકસાન કવર કરે છે.

PROMOTIONAL 11

ઈન્શ્યોરન્સ લેતી વખતે શું રાખશો ધ્યાન?

એક્સપર્ટ્સ અનુસાર ઈન્શ્યોરન્સ લેતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમે દેશના જે શહેરોમાં રહો છો ત્યાં જો વરસાદના બાદ પુર જેવી સ્થિતિ હોય તો તમને કોંપ્રિહેંસિવ ઈન્શ્યોરન્સ પોલિસી લેવી જોઈએ.

car-insu

વધુ વાંચો: સુકન્યા સમૃદ્ધિ યોજના, જે તમારી દીકરીને બનાવશે કરોડપતિ, બસ દર મહિને કરો આટલું રોકાણ

ત્યાં જ સ્ટાન્ડર્ડ કોંપ્રિહેંસિવ પોલિસીની સાથે સાથે ઝીરો ડેપ્રિશિએશન અને એન્જિન પ્રોટેક્શન કવર જેવી એડ-ઓન કવર લેવું જોઈએ. કારણ કે સ્ટેંડઅલોન પોલિસીમાં પાણીના કારણે એન્જિનને થતા નુકસાન કવર નથી થઈ શકતા પરંતુ જો તમે પોતાના ઈન્જિનની ખરાબી માટે એડ-ઓન કવર લો છો તો કંપનીમાં આખો ક્લેમ કરી શકો છો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Natural Disaster મોનસૂન Car Insurance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ