બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ફરીથી ઘટ્યાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ, બજેટ પહેલા જનતાને મોટી રાહત, જાણો લેટેસ્ટ રેટ

મોટા સમાચાર / ફરીથી ઘટ્યાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ, બજેટ પહેલા જનતાને મોટી રાહત, જાણો લેટેસ્ટ રેટ

Last Updated: 09:26 AM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓઈલ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને રાહત આપી છે. 1 જુલાઈના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

દેશની જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળી છે. 1 જુલાઈના એટલે કે આજ રોજ વહેલી સવારે ઓઈલ કંપનીઓએ મોંઘવારીમાંથી થોડી રાહત આપી હતી. ઓઈલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ 30 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

1 જુલાઈથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરીને તેને 30 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું છે. LPG ગેસની કિંમતમાં આ ફેરફાર માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો છે. આ LPG સિલિન્ડરનું વજન 19 કિલો છે, જ્યારે ઘરેલું LPG સિલિન્ડરનું વજન 14.2 કિલો છે. ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

Website_Ad_1200_1200_color_option.width-800

આ બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1676 રૂપિયાના બદલે 1646 રૂપિયામાં મળશે. તે કોલકાતામાં 1756 રૂપિયામાં, ચેન્નાઈમાં 1809.50 રૂપિયામાં અને મુંબઈમાં 1598 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જો 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો તે દિલ્હીમાં 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802 રૂપિયા અને ચેન્નાઈમાં 818 રૂપિયામાં ઉપલબ્ધ છે.

વધુ વાંચો: ઓચિંતું પૂર આવ્યું અને એકાએક પૂરો પરિવાર પાણીના પ્રવાહમાં તણાઇ ગયો, Video જોઇ હ્રદય કંપી ઉઠશે

એક મહિના પહેલા એટલે કે 1 જૂન 2024ના રોજ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પણ આ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો હતો. 1 જૂને 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 69.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અગાઉ એપ્રિલ અને મે મહિનામાં પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

LPG Cylinder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ