બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / કાલાવડમાં નદી બની ગાંડીતૂર, તો ધ્રાંગધ્રામાં પણ જાણે નદી વહેતી હોય તેવાં દ્રશ્યો સર્જાયા, જુઓ Videos

મેઘરાજાની તોફાની ઇનિંગ / કાલાવડમાં નદી બની ગાંડીતૂર, તો ધ્રાંગધ્રામાં પણ જાણે નદી વહેતી હોય તેવાં દ્રશ્યો સર્જાયા, જુઓ Videos

Last Updated: 12:18 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે... રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 241 તાલુકામાં વરસાદ નોંધાયો છે..

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 241 તાલુકામાં વરસાદ નોંધાયો છે.. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો છે.

સવારે 6થી 8 વાગ્યા વચ્ચે રાજ્યના 120 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.. સવારે 6થી 8 વાગ્યા સુધી સૌથી વધુ ખંભાળિયામાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે..

3

વરસાદને કારણે જૂનાગઢ પણ પાણી-પાણી થઇ ચૂક્યું છે. ખાસ કરીને જૂનાગઢ અને માણાવદરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. માણાવદરમાં ગઇકાલથી અત્યાર સુધીમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લાના અન્ય સ્થળોએ પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે.

1

વિસાવદરમાં બે કલાકમાં સવા 3 ઇંચ, કાલાવાડમાં પોણા 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ધોરાજીમાં 2.5 ઇંચ વરસાદ, વંથલીમાં સવા 2 ઇંચ, ઉપલેટામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

કલ્યાણપુરમાં 2, માણાવદર, કુતિયાણા અને જૂનાગઢમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.. સવારે 6થી 8 કલાક વચ્ચે પડધરી અને સુત્રાપાડામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.. રાજ્યના 252 પૈકી 241 તાલુકાઓમાં મેઘરાજાની મહેર થઇ છે.

2

ભારે વરસાદને પગલે ગોંડલની વાસાવડ નદીમાં પુરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાએ અવિરત મેઘમહેર કરતા ચારે તરફ પાણી-પાણી જોવા મળી રહ્યું છે

અમરેલીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યા બાદ અહીં પણ નદીઓમાં પુરની સ્થિતિ છે.. અહીંની કાળુભાર નદીમાં પુર આવતા પુરના પાણી આસપાસના ગામડાઓમાં ફરી વળ્યા છે..

આ પણ વાંચોઃ ગુજરાતમાં NDRFની 9 ટીમો કરાઇ તૈનાત, કચ્છ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં રહેશે ખડેપગે

PROMOTIONAL 12

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Monsoon Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ