બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / અલવિદા રોહિત-કોહલી અને જડ્ડુ.., તો હવે કોણ લેશે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમમાં આ 3 દિગ્ગજોનું સ્થાન

સ્પોર્ટ્સ / અલવિદા રોહિત-કોહલી અને જડ્ડુ.., તો હવે કોણ લેશે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમમાં આ 3 દિગ્ગજોનું સ્થાન

Last Updated: 10:12 AM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rohit Kohli Jadeja Retirement: T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ વિરાટ કોહલી અને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. તેના ઉપરાંત રવીંદ્ર જાડેજાએ પણ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. આવો જાણીએ હવે ભારતીય ટીમમાં આ ત્રણની જગ્યા કોણ લેશે.

29 જૂન 2024 ભારતીય ક્રિકેટ ટીમ માટે ઐતિહાસિક દિવસ બની ગયો છે. આ દિવસે રોહિત શર્માની કેપ્ટન્સી વાળી ભારતીય ટીમે બીજી વખત ટી20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી. સાથે જ આજ દિવસે જ રોહિતની સાથે વિરાટ કોહલીએ સંન્યાસની જાહેરાત કરી દીધી છે.

kohli-rohit-jadeja

આ બન્નેએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું. ફેન્સ અલગ અલગ રીતે સેલિબ્રેટ કરી રહ્યા હતા ત્યાં જ આ બધા વચ્ચે રોહિત અને કોહલીના સન્યાસની ખબરે ખુશીને ગમમાં ફેરવી નાખી. આ બન્નેની વિદાયના ગમમાંથી ફેંસ હજુ બહાર ન હતા નીખ્યા અને બીજા જ દિવસે એટલે કે 30 જૂને ફેંસને બીજો એક ઝટકો મળ્યો.

આ વખતે સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રવીંદ્ર જાડેડાએ પણ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ. આ રીતે ટ્રોફી જીતવાની સાથે જ 24 કલાકની અંદર 3 સ્ટાર ભારતીય ખેલાડીઓએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેતા ફેન્સને ઝટકો આપ્યો.

PROMOTIONAL 13

સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રવીંદ્ર જાડેજા પણ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. આ રીતે આ ટ્રોફી જીતવાની સાથે જ 24 કલાકની અંદર 3 સ્ટાર ભારતીય ખેલાડીઓએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેતા ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. હવે સવાલ એ પણ છે કે આખરે આ ત્રણેયની જગ્યા કોણ લેશે. જે ટીમને આવનાર દિવસોમાં પણ ચેમ્પિયન બનાવી રાખે. જાણો તેના વિશે

rohit-virat

કોણ હશે રોહિતની જગ્યા પર ટીમનું કેપ્ટન?

ટી20 ફોર્મેટમાં રોહિત શર્માએ પોતાની છેલ્લી મેચ રમી. હવે BCCI આ ફોર્મેટમાં નવા કેપ્ટનની શોધ કરશે. તેના દાવેદાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત છે.

30 વર્ષના પંડ્યાએ અત્યાર સુધી 16 મેચોમાં ભારતીય ટી20 ટીમની કેપ્ટન્સી કરી છે. જેમાં 10 મેચ જીતાવી છે. જ્યારે 26 વર્ષના ઋષભ પંતે 5માંથી 2 મેચ જીતાવી છે. તેના ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ 7 મેચમાં કેપ્ટન્સી કરી છે. જેમાંથી 5માં જીત મેળવી છે. જોકે 33 વર્ષના સૂર્યાની દાવેદારી પંડ્યા-પંતના બાદ જોવા મળી રહી છે.

રોહિત-કોહલીની જગ્યા પર કોણ હશે ઓપનર?

T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ જ ઓપનિંગમાં મોર્ચો સંભાવ્યો હતો. જોકે તેમની જોડી સફળ ન થઈ શકી. આખી સીઝનમાં કોહલી ફ્લોપ રહ્યા. તો ફાઈનલમાં રોહિત સસ્તામાં આઉટ થઈ ગયા. જ્યારે કોહલીએ ફાઈનલમાં ધાંસૂ ફિફ્ટી મારીને ટીમને જીત અપાવી. પરંતુ હવે બન્નેની જગ્યા પર ઓપનિંગમાં શુભમન ગિલ અને યશસ્વી જાયસવાલ મોર્ચો સંભાળી શકે છે. તેના ઉપરાંત ત્રીજો પ્લેયર ઋતુરાજ ગાયકવાડ પણ સારો ઓપ્શન છે.

વધુ વાંચો: કોની કિસ્મત ચમકશે, કોને થશે નુકસાન, જાણો જુલાઇમાં કેવી રહેશે ગ્રહોની ચાલ

સ્પિનર- ઓલરાઉન્ડર કોણ?

રવીંદ્રા જાડેજા બાદ ભારતીય ટીમને હવે એક સારા સ્પિનર ઓલરાઉન્ડરની જરૂર હશે. જે ટીમમાં ફિટ બેસી શકે. પરંતુ ફેન્સને જણાવી દઈએ કે સિલેક્શન કમિટીને તેના માટે વધારે શોધ નહીં કરવી પડે તેમની પાસે અક્ષર પટેલના રૂપમાં એક શાનદાર સ્પિન ઓલરાઉન્ડર છે. જેણે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma Virat Kohli Ravindra Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ