બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પોશ વિસ્તાર શેલામાં નાગરિકોને હાલાકી, વરસાદ વચ્ચે એપલવુડ્ઝ વિલા ગટરના લીલા પાણીમાં ગરકાવ

અમદાવાદ / પોશ વિસ્તાર શેલામાં નાગરિકોને હાલાકી, વરસાદ વચ્ચે એપલવુડ્ઝ વિલા ગટરના લીલા પાણીમાં ગરકાવ

Last Updated: 01:13 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપલવુડ્સ વિલામાં વરસાદી પાણી તો ઠીક પણ સુએજના પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હોવાથી ભારે હાલાકી

Ahemdabad Applewoods Villa News : મેટ્રો સિટી અમદાવાદમાં મેઘરાજાએ રવિવારે ધડબડાટી બોલાવી છે. રવિવારના દિવસે ખાબકેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. આ તરફ હવે શહેરના નવા પોશ વિસ્તાર ગણાતા શેલા વિસ્તારમાં વરસાદી પાણી તો ઠીક પણ સુએજના પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

શાંતિપુરા સર્કલ પાસે અને આજુબાજુના પ્લોટમાં આખું વર્ષ એકઠું થયેલું લીલું ગટરનું પાણી એપલવુડ્સ ટાઉનશીપના એક ભાગ એપલવુડ્સ વિલામાં ભરાઈ ગયું છે. રવિવારના વરસાદથી અહીની સોસાયટી તો જાણે જળમગ્ન બની છે. સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ અહીં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હોવાથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

શેલાના શાંતિપુરા સર્કલ પાસેના એપલવુડ્સ વિલાના રહીશો વરસાદી પાણી નહીં પણ સુએજ ગટરના ગંદા લીલા કલરના પાણીથી તોબા પોકારી ઉઠ્યા છે. શાંતિપુરા સર્કલ પાસેના એપલવુડ્સ ટાઉનશીપના એક ભાગ એપલવુડ્સ વિલામાં અનેક રહીશો આ સમસ્યાને લઈ મુશ્કેલીમાં મુકાયા છે.

રહીશોના મત મુજબ 30મી જૂન 2024 રવિવારના રોજ જ્યારે ભારે વરસાદ શરૂ થયો ત્યારે શાંતિપુરા સર્કલ પાસે અને આજુબાજુના પ્લોટમાં આખું વર્ષ એકઠું થયેલું લીલું ગટરનું પાણી તેમની સોસાયટી અને ઘરોમાં પ્રવેશવા લાગ્યું હતું.

શું કહી રહ્યા છે સોસાયટીના રહીશો ?

એપલવુડ્સ વિલાસમાં રહેતા લોકો કહી રહ્યા છે કે, અમારી સોસાયટીમાં શરૂઆતથી જ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના પાણીની પાઇપલાઇન નિકાલ કરવામાં આવતા ગંદા પાણીના જથ્થાને નિયંત્રિત કરી શકતી નથી અને તેથી 2022થી એપલવુડ્સ ટાઉનશીપના ગેટથી શાંતિપુરા સર્કલ સુધીના રીંગરોડનો ભાગ પાણીથી ભરાયેલો રહે છે. રવિવારે જ્યારે ધોધમાર વરસાદ ખાબક્યો ત્યારે અહીં એકત્ર થયેલ ગટરનું પાણી સોસાયટીમાં અને ઘરોમાં પ્રવેશ્યું હતું. તો વળી જે ખાલી ખેતરોમાં સુએજનું પાણી ભરાયું હતું તે તો એપલવુડ્સ વિલાસમાં ભરાઈ ગયું. જોકે એપલવુડ્સ વિલામાં અને રહીશોના ઘરમાં આ પાણી ભરાઈ જતાં સ્થિતિ વિકટ બની છે.

વધુ વાંચો : દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારનો બોપલમાં ભયંકર અકસ્માત, 3ના મોત, 6 લોકો ઇજાગ્રસ્ત

સોસાયટીની 5 ગલીઓમાં હજી પણ ઘૂંટણસમા પાણી

એપલવુડ્સ ટાઉનશીપના ગેટથી શાંતિપુરા સર્કલ સુધીના રીંગરોડનો ભાગ 2 વર્ષથી પાણીથી ભરાયેલો છે હવે તે સુએજનું ગંદુ અને લીલા કલરનું પાણી સોસાયટી અને ઘરોમાં ઘૂસ્યું હોઇ સોસાયટીની પ્રથમ 5 ગલીઓ હજી પણ ઘૂંટણસમા પાણીમાં ડૂબેલી છે. આ સાથે રહીશો કહી રહ્યા છે કે, અમને ઘરની બહાર લાવવા માટે ટ્રેક્ટર ભાડે રાખવું પડ્યું છે. આના કારણે ગટરનું પાણી અમારા ભોંયરામાં પ્રવેશી રહ્યું છે અને અમારા શૌચાલય ભરાયેલા છે તેથી અમે તેનો વધુ ઉપયોગ કરી શકતા નથી. આ અમારા માટે આરોગ્ય અને સ્વચ્છતાની કટોકટીની સ્થિતિ છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Applewoods Villa Ahmedabad Shela
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ