બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા વચ્ચે લોકસભામાં ઉછળ્યો NEETનો મુદ્દો, વિપક્ષોએ મચાવ્યો હોબાળો, કર્યું વોકઆઉટ

Parliament Session 2024 / ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા વચ્ચે લોકસભામાં ઉછળ્યો NEETનો મુદ્દો, વિપક્ષોએ મચાવ્યો હોબાળો, કર્યું વોકઆઉટ

Last Updated: 11:56 AM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parliament Session 2024 Latest News: મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે, વિપક્ષની અવગણના કરવામાં આવી. જો વિપક્ષનું સન્માન થયું હોત તો ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી ન રહેત

Parliament Session 2024: સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. પાંચમા દિવસે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ NEET પરીક્ષાનો મુદ્દો ઉઠાવ્યો અને ચર્ચાની માંગ કરી. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આગળ વધી શકી ન હતી. રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. જોકે વિપક્ષના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. આજે બંને ગૃહમાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે.આ તરફ હવે ભારે હોબાળા વચ્ચે વિરોધ પક્ષોના સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું છે.

મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે, વિપક્ષની અવગણના કરવામાં આવી. જો વિપક્ષનું સન્માન થયું હોત તો ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી ન રહેત. તમે તેને પાંચ વર્ષ સુધી ખાલી રાખ્યું. PM મોદી પર નિશાન સાધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમણે (PM મોદીએ) છાતી ઠોકીને કહ્યું હતું કે, એક જ વ્યક્તિ બધાથી ચડિયાતો છે પરંતુ ચૂંટણી પરિણામોએ બતાવ્યું છે કે લોકો અને બંધારણ બધાથી ચડિયાતા છે. આ સાથે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, લોકશાહીમાં ઘમંડી સૂત્રોચ્ચાર માટે કોઈ સ્થાન નથી.

સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા ચાલી રહી છે. લોકસભામાં સત્તાધારી પક્ષ તરફથી અનુરાગ ઠાકુરે ચર્ચા શરૂ કરી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે બોલી રહ્યા છે. વિપક્ષની માંગ પર રાજનાથ સિંહે સંસદીય પરંપરા યાદ અપાવી કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા કર્યા પછી અમે કોઈપણ વિષય પર ચર્ચા કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે તમે ગમે તે વિષય પર ચર્ચા કરી શકો છો. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ રાજનાથજીના સૂચન પર તૈયાર છે. આભાર પ્રસ્તાવની ચર્ચા કર્યા પછી ચાલો એક દિવસ NEET મુદ્દા પર ચર્ચા કરીએ. તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, આ માત્ર રાજનાથજીનું સૂચન છે, નિર્ણય આસન દ્વારા લેવાનો છે.

વધુ વાંચો : જ્યાં જીત્યો વર્લ્ડકપ, ત્યાં ટીમ ઇન્ડિયા બરાબરની ફસાઇ, કારણ વાવાઝોડું, BCCI મોકલશે ચાર્ટર્ડ પ્લેન

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે અમને કેટલાક સભ્યો તરફથી સ્થગિત પ્રસ્તાવની નોટિસ મળી છે. આ પછી વિપક્ષી સભ્યોએ હંગામો શરૂ કર્યો હતો. સ્પીકરે કહ્યું કે, આસને વ્યવસ્થા આપી છે અને આસનની વ્યવસ્થા અંતિમ છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ત્રીજી અનુસૂચિ અનુસાર સંસદના સભ્યપદના શપથ લીધા. તેમાં કોઈપણ વધારાના શબ્દો ઉમેરવા એ ઉલ્લંઘન છે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સંસદીય સમિતિની રચના કરવામાં આવશે. સમિતિ માટેના સભ્યોના નામની જાહેરાત કરતી વખતે અધ્યક્ષે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Parliament Session 2024 Parliament Session
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ