બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / જ્યાં જીત્યો વર્લ્ડકપ, ત્યાં ટીમ ઇન્ડિયા બરાબરની ફસાઇ, કારણ વાવાઝોડું, BCCI મોકલશે ચાર્ટર્ડ પ્લેન

ICC T20 World Cup 2024 / જ્યાં જીત્યો વર્લ્ડકપ, ત્યાં ટીમ ઇન્ડિયા બરાબરની ફસાઇ, કારણ વાવાઝોડું, BCCI મોકલશે ચાર્ટર્ડ પ્લેન

Last Updated: 09:54 AM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC T20 World Cup 2024 Latest News : આજે રાત્રે બાર્બાડોસમાં હરિકેન બેરીલ વાવાઝોડુ પ્રભાવી રહેશે જેના કારણે ત્યાંનું એરપોર્ટ પણ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું, એરપોર્ટ પર કામગીરી શરૂ થયા બાદ ભારતીય ટીમ સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં સીધી દિલ્હી જશે

ICC T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ હરિકેન બેરીલ વાવાઝોડાના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા સોમવારે બાર્બાડોસથી ન્યૂયોર્ક પહોંચવાની હતી અને પછી ભારત જવાની હતી પરંતુ ખરાબ હવામાનને કારણે આવું થઈ શક્યું નહીં. આજે રાત્રે બાર્બાડોસમાં હરિકેન બેરીલ વાવાઝોડુ પ્રભાવી રહેશે જેના કારણે ત્યાંનું એરપોર્ટ પણ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લઈ હવે હવામાનમાં સુધારો થયા બાદ અને બાર્બાડોસ એરપોર્ટ પર કામગીરી શરૂ થયા બાદ ભારતીય ટીમ સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં સીધી દિલ્હી જશે. બાર્બાડોસમાંથી બહાર નીકળવા માટે ટીમ ઈન્ડિયાને સોમવારે મોડી સાંજ અથવા મંગળવારે સવાર સુધી રાહ જોવી પડી શકે છે. ટીમ અને સ્ટાફ બાર્બાડોસથી સીધો દિલ્હી જશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ 3 જુલાઇ સુધીમાં દેશમાં પહોંચી શકે છે.

ટીમ ઈન્ડિયાએ પેપર પ્લેટમાં ડિનર લીધું

બાર્બાડોસમાં વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અહેવાલો અનુસાર હરિકેન બેરીલ વાવાઝોડુ 6 કલાકમાં બાર્બાડોસની ધરતી પર ત્રાટકશે. આવી સ્થિતિમાં સાવચેતી રાખીને તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. આથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, BCCIના અધિકારીઓ અને તેમના પરિવારો સહિત કુલ 70 સભ્યોને હોટલના રૂમમાં બંધ છે. હોટેલ પણ ખૂબ જ ઓછા સ્ટાફ અને મર્યાદિત સંસાધનો સાથે ચલાવવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર આ કારણથી ટીમ ઈન્ડિયાએ રાત્રે લાઈનમાં ઉભા રહીને પેપર પ્લેટમાં ડિનર લેવું પડ્યું હતું.

વધુ વાંચો : ફરીથી ઘટ્યાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ, બજેટ પહેલા જનતાને મોટી રાહત, જાણો લેટેસ્ટ રેટ

નોંધનિય છે કે, ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂને બાર્બાડોસમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને 17 વર્ષની રાહનો અંત આણ્યો હતો. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોએ મેદાન પર ઉજવણી કરી હતી ત્યારે ભારતમાં ક્રિકેટ ચાહકોએ ફટાકડા ફોડીને અને શેરીઓમાં ત્રિરંગો લહેરાવીને ઉજવણી કરી હતી. હવે ટીમ ઈન્ડિયાની સ્વદેશ પરત ફરવાની રાહ જોવાઈ રહી છે. અહીં આવવા પર ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ પર ઉતર્યા બાદ ટીમ ઈન્ડિયા માટે વિજય સરઘસ કાઢવામાં આવી શકે છે જેમ કે 2011માં મુંબઈમાં થયું હતું. આ વખતે આ દ્રશ્ય દિલ્હીની સડકો પર જોવા મળી શકે છે કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસથી સીધી દિલ્હી ઉતરવાની છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC T20 World Cup 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ