બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પૂર્ણેશ મોદીએ નડ્ડા-શાહ સાથે કરી મુલાકાત, પ્રદેશ ભાજપ પ્રમુખની વરણીને લઈ ગુજરાતમાં હિલચાલ શરૂ

ગાંધીનગર / પૂર્ણેશ મોદીએ નડ્ડા-શાહ સાથે કરી મુલાકાત, પ્રદેશ ભાજપ પ્રમુખની વરણીને લઈ ગુજરાતમાં હિલચાલ શરૂ

Last Updated: 07:56 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્ણેશ મોદીએ અમિત શાહ અને જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી છે. જેને લઈ પૂર્ણેશ મોદીને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપાઈ તેવા સંકેતો પણ મળી રહ્યાં છે.

ગુજરાતમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ કેન્દ્રમાં મંત્રી તરીકે જવાબદારી સંભાળી લીધી છે, ત્યારે હવે ગુજરાતમાં પ્રદેશ ભાજપના પ્રમુખની જવાબદરી અન્ય નેતાને સોંપાય તો નવાઈ નહીં, ત્યારે પ્રદેશ પ્રમુખ કોને બનાવાશે તેને લઈ રાજકીય ચર્ચા વર્તુળ તેજ થઈ છે. તો કેટલાક નેતાઓના દિલ્હીના આંટા ફેરા પણ શરૂ થયા છે. પૂર્ણેશ મોદીએ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુલાકાત કરતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

PURNESH

પ્રદેશ ભાજપ પ્રમુખની વરણીને લઈ હિલચાલ

અત્રે જણાવીએ કે, પ્રદેશ ભાજપ પ્રમુખની વરણીને લઈ ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી હિલચાલ થઈ રહી છે. પૂર્ણેશ મોદીએ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુલાકાત કરી છે. અમિત શાહ અને જે.પી.નડ્ડા સાથેની આ મુલાકાત બાદ અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે. પૂર્ણેશ મોદીને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપાઈ તેવા સંકેતો પણ મળી રહ્યાં છે.

PROMOTIONAL 11

આ પણ વાંચો: PM કિસાન યોજના: ગુજરાતના 2.62 લાખ ખેડૂતોના નામ રદ કરાયા, કારણ ચોંકાવનારું

PURNESH

પૂર્ણેશ મોદીએ કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી

અત્રે જણાવીએ કે, ગમે તે ઘડીએ પ્રદેશ ભાજપ પ્રમુખની જાહેરાત થઈ શકે છે. જો કે, તેના પહેલા પૂર્ણેશ મોદીની કેન્દ્રીય નેતૃત્વ સાથેની મુલાકાત બાદ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. આપને જણાવીએ કે, પૂર્ણેશ મોદી પાસે હાલમાં દમણ-દીવના પ્રભારીની જવાબદારી છે. વધુમાં આપને જણાવીએ કે, મંત્રીમંડળના વિસ્તરણની પણ ચર્ચા છે. જેમાં 3 થી 4 મંત્રીઓ પડતા મૂકાય તેવી શક્યતાઓ છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Purnesh Modi Gujarat BJP State President Purnesh Modi Delhi Visit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ