બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અધિકારીઓના કામ પર CM પર્સનલી આપી રહ્યા છે ધ્યાન, જાણો ગાંધીનગરની ગલીઓમાં શું ચાલી રહ્યું છે?

સંજય'દ્રષ્ટિ' / અધિકારીઓના કામ પર CM પર્સનલી આપી રહ્યા છે ધ્યાન, જાણો ગાંધીનગરની ગલીઓમાં શું ચાલી રહ્યું છે?

Last Updated: 10:32 AM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિનીયર અધિકારીઓને મુખ્યમંત્રી ફિલ્ડમાં દોડતા કરી રહ્યા છે, તો બીજી તરફ વધારાના હવાલાથી અધિકારીઓ પરેશાન છે. જાણો ગાંધીનગરની ગલીઓમાં શું ચાલી રહ્યું છે?

IAS અધિકારીઓને કામ કરવા માટે સીએમે પર્સનલી સૂચના આપી

કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ આઈએએસ અધિકારીઓને સૂચના આપી હતી કે, તમે લોકો હવે કેબિનોમાંથી બહાર નિકળો અને સમાજમાં લોકો સમક્ષ જાવ. ફિલ્ડમાં જવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. જેને પગલે સોશિયલ મીડિયા ઉપર ચર્ચા થઈ રહી છે કે, એડિશનલ ચીફ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી જેવા સિનિયર આઈએએસ અધિકારીઓને પણ મુખ્યમંત્રીએ શા માટે કહેવુ પડે તે પ્રશ્ન મોટો છે. સરકારનો આદેશ છે કે, દર સોમ અને મંગળવારે તમામ IAS અધિકારીઓએ ફરજીયાત રીતે પોતાની ઓફિસમાં હાજર રહેવુ એટલુ જ નહી, તેમની પાસે રજૂઆતો કરવા આવતા લોકોને શાંતિથી સાંભળવા અને તેમના પ્રશ્નોને દૂર કરવા. આ બન્ને દિવસોમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ મીટીંગો રાખવી નહી. આમ છત્તા સેક્રેટરીઓ તેનો અમલ કરતા નથી. સરકારના આદેશ બાદ થોડો સમય સુધી તેઓએ ઓફિસમાં હાજર રહેવાનુ અને લોકોને સાંભળવાનુ શરૂ કર્યુ હતુ. પરંતુ ત્યાર બાદ તેઓ હવે પોતાની મનસુફીથી જ ઓફિસમાં લોકોને મળે છે. અધિકારીઓની વધતી દાદાગીરીને ડામવા માટે મુખ્યમંત્રીએ કમર કસી હોવાની ચર્ચા છે.

બે સુપર ક્લાસ-1 અધિકારીઓની હકાલપટ્ટટી, હવે કોનો વારો?

ગત અઠવાડીયે મુખ્યમંત્રીએ સપાટો બોલાવી દીધો હતો. બે જુદા જુદા વિભાગના મોટા અધિકારીઓને નિવૃત્તિ પહેલા જ ફરજીયાત નિવૃત્ત કરી દેવાયા છે.આમ એક અઠવાડીયામાં જ બે સુપર ક્લાસ-1ની સરકારમાંથી વિદાય કરાતા વહીવટી તંત્રમાં અફડાતફડીનો માહોલ છે.બન્ને અધિકારીઓ સામે અનેક ફરિયાદો હતી. સરકારે તપાસ કરાવતા તેમાં તથ્ય જણાયુ હતુ. જેને કારણે સરકારે બન્ને અધિકારીઓને ઘરભેગા કરીને એવો મેસેજ આપ્યો છે કે, સરકારમાં સાવ ધુપ્પલ અને ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓને છોડવામાં નહી આવે. આ અગાઉના થોડા દીવસો પહેલા જ ડુમ્મસની 2000 કરોડની સરકારની જમીનને પધરાવી દેવાના આરોપસર આઈએએસ અધિકારી આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવાયા હતા. હવે ઓક સામે ટૂંક સમયમાં ચાર્જશીટ થવાની છે. આમ ત્રણ ત્રણ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કર્યા બાદ અન્ય અધિકારીઓમાં પણ ગભરાટ જોવા મળી રહ્યો છે. તેઓ ચર્ચા કરી રહ્યા છે કે, હવે કોનો વારો આવશે

વધારાનો હવાલો હોય એવા IAS અધિકારીઓ પોતાના માથે કોઈ જ જવાબદારી લેતા નથી

છેલ્લા ઘણા સમયથી સરકારના અનેક ડીપાર્ટમેન્ટોમાં રેગ્યુલર પોસ્ટીંગ કરાયુ નથી. આવી અનેક મહત્વની જગ્યાઓ પર કોઈ અન્ય અધિકારીઓને વધારાના હવાલા આપીને ગાડું ગબડાવાઈ રહ્યુ છે. પણ વાસ્તવિકતા એ છે કે, જે કોઈ અધિકારી પાસે વધારાના હવાલા છે, તે પૈકીના મોટાભાગના અધિકારીઓને ખાસ કોઈ કામ કરવામાં રસ જ નથી. માત્ર વધારાનો હોદ્દો એન્જોય કરી રહ્યાં છે. તેઓ ડિપાર્ટમેન્ટની જવાબદારી લેવા પણ તૈયાર નથી. વધારાનો હવાલો હોય એવા વિભાગમાં જો કંઈ ગરબડ થયાનુ બહાર આવે કે નિષ્ક્રિયતા બહાર આવે તેવા સમયે વધારાનો હવાલો હોય એવા અધિકારીઓ હાથ અધ્ધર કરી નાખે છે. તેમજ નીચેના અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળી દે છે. છેલ્લા એક વર્ષથી કેટલાય IAS અધિકારીઓ પાસે વધારાના હવાલાઓ છે. તેઓ નામ નહી લખવાની શરતે કહે છે કે, અમારી પાસે અમારા ડિપાર્ટમેન્ટનુ જ ઘણુ કામ હોય છે. ઉપરાંત વધારાનો હવાલો છે તેવા વિભાગમાં અગાઉના અધિકારીએ શું અને કેવુ કામ કર્યુ તેની અમને ખબર હોતી નથી. અગાઉની ફાઈલો ચેક કરવાનો અમારી પાસે સમય નથી. આવી સ્થિતિ લઈને સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે કે, સરકારને તો આ બધી ખબર જ છે તો પછી શા માટે આવા અધિકારીઓને વધારાના હવાલા આપે છે ? એના કરતા તો પછી જે તે ડીપાર્ટમેન્ટના સિનિયર મોસ્ટ અધિકારીને વધારાનો હવાલો આપ્યો હોય તો પણ કામ અટકે નહી અને જવાબદારી પણ નક્કી થાય. સરકાર આ સંદર્ભમાં હવે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.

વધુ વાંચો: કેપિટલ સિટી ખાડે ગયું !, ગાંધીનગરમાં સામાન્ય વરસાદમાં જ ભૂવા'રાજ', ગાડી લટકી પડી

સોશિયલ મીડિયામાં આગળ નીકળવા માટે મંત્રીઓ-ધારાસભ્યોમાં હોડ

છેલ્લા કેટલાક સમયથી સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો તેમજ સાંસદો સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા વધારવા પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ તેમાં ખુબ જ ઝડપથી અપડેટ રહે છે. સાવ નાનો કાર્યક્રમ હોય તો પણ તેના ફોટા તેઓ પોતાના સોશિયલ એકાઉન્ટમાં મુકી દે છે. કાર્યક્રમના ફોટા પડ્યા બાદ તુરંત જ તેને સોશિયલ મીડિયામા અપડેટ કરી દેવામાં આવે છે. ચર્ચા છે કે, કેટલાય મંત્રીઓએ તો સોશિયલ મીડિયામાં આવુ કામ કરવા માટે ખાસ બજેટ પણ ફાળવ્યુ છે. જ્યારે અમુક મંત્રીઓએ આ કામ કરવા માટે એજન્સીઓની તેમજ આઈટીના નિષ્ણાતોની નિમણૂકો પણ કરી દીધી છે. જો કે તાજેતરમાં બેથી ત્રણ મંત્રીઓના ફોટા અને વીડિયો વગેરનુ એક સરખુ કવરેજ મુકાયુ હતુ. જેને લઈને જાણ થઈ હતી કે, સોશિયલ મીડિયાનુ કામ કરતી એજન્સીઓ પણ જૂદા જૂદા નામે કામ કરી રહી છે. સોશિયલ મીડિયામાં લાઈવ રહેવા પાછળનુ મુખ્ય કારણ રાજનીતિમાં પોતે સક્રિય છે તેવુ બતાવીને યંગસ્ટર્સને આકર્ષવા માટેનુ છે.ભાજપના મંત્રીઓ-ધારાસભ્યોની આવી હરકતની પણ સોશિયલ મીડિયામાં મજા લઈ રહ્યા છે. કેટલાય યુવાનો સોશિયલ મીડિયામા પ્રશ્ન પૂછી રહ્યાં છે કે, મંત્રીઓ સાંસદો,ધારાસભ્યો આટલી જ ઝડપથી કામ કરે તો સમાજમાંથી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

IAS officers Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ