બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઓચિંતું પૂર આવ્યું અને એકાએક પૂરો પરિવાર પાણીના પ્રવાહમાં તણાઇ ગયો, Video જોઇ હ્રદય કંપી ઉઠશે

પુણે / ઓચિંતું પૂર આવ્યું અને એકાએક પૂરો પરિવાર પાણીના પ્રવાહમાં તણાઇ ગયો, Video જોઇ હ્રદય કંપી ઉઠશે

Last Updated: 08:40 AM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lonavala Bhushi Dam Latest News : વરસાદના દિવસની મજા માણવા અને ડેમ પાસેના ધોધની મજા માણવા આવેલ પરિવાર અચાનક પૂર આવતા તણાઇ ગયો, 36 વર્ષીય મહિલા અને 13 વર્ષ અને 8 વર્ષની બે બાળકીઓના મોત તો બે બાળકોની શોધ ચાલુ

Lonavala Bhushi Dam : પૂણેના લોનાવલાથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ લોનાવલામાં ભયાનક અકસ્માતમાં એક આખો પરિવાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઇ ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ દુર્ઘટનામાં 36 વર્ષીય મહિલા અને 13 વર્ષ અને 8 વર્ષની બે બાળકીઓના મોત થયા છે. અહીં ડેમ પાસે નદીમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. આ તરફ હજી પણ પાણીના જોરદાર પ્રવાહમાં પરિવાર સહિત બે બાળકોની શોધખોળ ચાલુ છે.

દુર્ઘટનાનો વિડીયો આવ્યો સામે

અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, આખો પરિવાર પાણીના જોરદાર પ્રવાહથી ઘેરાયેલો છે. ત્યાં હાજર લોકો તેમની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કોઈ તેમને દોરડું ફેંકીને બચાવવાની કોશિશ કરી રહ્યું છે તો કોઈ બધાને એક સાથે બાંધી રાખવાની સલાહ આપી રહ્યું છે. થોડી જ વારમાં તે બધા જોરદાર પ્રવાહ સાથે તણાવા લાગ્યા હતા.

લોકોએ દોરડું ફેંકીને બચાવવાનો પ્રયાસ કર્યો

અકસ્માત અંગે સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, આ અન્સારી પરિવાર હતો જેઓ વરસાદના દિવસની મજા માણવા અને ભૂશી ડેમ પાસેના ધોધની મજા માણવા આવ્યો હતો. આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે, અચાનક પૂર આવ્યું અને તેઓ પાણીના જોરદાર પ્રવાહની વચ્ચે ફસાઈ ગયા. ત્યાં હાજર લોકોએ આ પરિવારના સભ્યોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ હાજર વ્યક્તિઓમાંથી કોઈએ દોરડું ફેંક્યું અને કોઈએ સૂચવ્યું કે, તેઓ એકબીજાને સ્કાર્ફથી બાંધે.

વધુ વાંચો : બેંક એકાઉન્ટથી લઇને CNG રેટ, આજથી થશે આ 5 મોટા ફેરફાર, જાણો ખિસ્સાં પર શું થશે અસર!

અકસ્માત બાદ ત્રણ મૃતદેહો બહાર કઢાયા

આ પછી થોડી જ ક્ષણોમાં એક પછી એક પરિવારના સભ્યો પાણીમાં ડૂબવા લાગ્યા અને સ્થળ પર ચીસો સંભલાવા લાગી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, જોરદાર પ્રવાહના કારણે તે બધા એકબીજાથી અલગ થઈ જાય છે અને એક પછી એક પાણીમાં વહેવા લાગે છે. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના બાદ 36 વર્ષની મહિલા, 13 વર્ષની અને 8 વર્ષની બાળકીના મૃતદેહ મળી આવ્યા છે. આ સિવાય અકસ્માત બાદ 9 વર્ષના અને ચાર વર્ષના બાળકની શોધ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lonavala Pune Lonavala Bhushi Dam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ