બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / આઘાત લાગશે! જાણીતી ટીવી અભિનેત્રીને થયું બ્રેસ્ટ કેન્સર, પોસ્ટ શેર કરી ચાહકોને આપ્યો મેસેજ

BREAKING / આઘાત લાગશે! જાણીતી ટીવી અભિનેત્રીને થયું બ્રેસ્ટ કેન્સર, પોસ્ટ શેર કરી ચાહકોને આપ્યો મેસેજ

Last Updated: 12:58 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિના ખાને સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને જણાવ્યું છે કે તેને બ્રેસ્ટ કેન્સર થયું છે, એ સ્ટેજ 3 પર છે. તેણે તમામ ચાહકોને જણાવ્યું કે તે ઠીક છે અને સારવાર કરાવી રહી છે. સાથે જ એ જલ્દી જ બીમારીને હરાવી દેશે.

ટીવી એક્ટ્રેસ હિના ખાનને બ્રેસ્ટ કેન્સર છે, તેણે સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે. હિનાએ તેના ચાહકોને મેસેજ કર્યો છે કે તેને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. તેની સારવાર ચાલી રહી છે. સાથે જ એવું પણ કહ્યું કે આવા સમયે તેની પ્રાઈવસીનું સન્માન કરવામાં આવે.

બ્રેસ્ટ કેન્સરની પુષ્ટિ

હિનાએ લખ્યું, હાલમાં ફેલાઈ રહેલી કેટલીક અફવાઓ પછી, દરેક જે મને પ્રેમ કરે છે અને મારી ચિંતા કરે છે, તેમની સાથે આ જરૂરી સમાચાર શેર કરવા માંગુ છું. મને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. આ પડકારજનક નિદાન હોવા છતાં, હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે હું ઠીક છું. હું મજબૂત અને દ્રઢનિશ્ચયી છું, સાથે જ આ બીમારીનો સામનો કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે અને આમાંથી મજબૂત રીતે બહાર નીકળવા માટે બધું કરવા તૈયાર છું.

ચાહકોને વિનંતી

હિના આગળ લખે છે કે અત્યારે હું તમારી પાસેથી પ્રાઈવસી ઈચ્છું છું. તમારા પ્રેમ, શક્તિ અને આશીર્વાદની કદર કરું છું. તમારા વ્યક્તિગત અનુભવો, કિસ્સાઓ અને સપોર્ટ કરતી સલાહો આ જર્નીમાં મારા માટે મહત્ત્વની રહશે.

PROMOTIONAL 6

ઠીક થવાનો વિશ્વાસ

હું મારા પ્રિયજનો અને પરિવાર સાથે ફોકસ્ડ, દ્રઢનિશ્ચયી અને પોઝિટીવ રહીશ. ભગવાનની કૃપાથી, અમને બધાને ખાતરી છે કે હું આ પડકારને પાર કરીશ અને સંપૂર્ણ સ્વસ્થ થઈ જઈશ. કૃપા કરીને તમારી પ્રાર્થના, આશીર્વાદ અને પ્રેમ મોકલો.

વધુ વાંચો: ટીમ ઇન્ડિયાની જીત બાદ બોલિવૂડ જશ્ન, આ સેલેબ્સે રોહિત બ્રિગેડને આપ્યા ખોબલે ખોબલે અભિનંદન

ઈન્ડસ્ટ્રીનાં મિત્રોએ કરી ઠીક થવાની દુઆ

હિનાની પોસ્ટ પર ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓની કોમેન્ટ્સ જોવા મળી રહી છે. અંકિતા લોખંડેએ લખ્યું છે કે, હિના તું હંમેશા આનાથી વધુ મજબૂત રહી છે. આ પણ પસાર થઈ જશે. તમારા માટે પ્રેમ, તમે મજબૂત બનો. રશ્મિ દેસાઈએ લખ્યું છે કે, તમે હંમેશા મજબુત રહ્યા છો, પ્રાર્થના અને હિલીંગ મોકલી રહી છું. આશકા ગોરાડિયા, ગૌહર ખાન, શ્રદ્ધા આર્ય સહિત અનેક સેલિબ્રિટીઓએ હિના ખાનના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hina Khan Breast Cancer Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ