બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO: રસ્તા નદીઓ બન્યા, વિસ્તાર બેટમાં ફેરવાયા, દિલ્હીમાં જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય!

મહેર / VIDEO: રસ્તા નદીઓ બન્યા, વિસ્તાર બેટમાં ફેરવાયા, દિલ્હીમાં જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય!

Last Updated: 11:52 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે ભારે વરસાદ બાદ હવે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જુઓ વીડિયોઝ.

દેશમાં ચોમાસાના આગમન બાદ ઘણા રાજ્યોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો ગુરુવારે ભારે વરસાદના કારણે ભેજવાળી ગરમીનો સામનો કરી રહેલા દિલ્હીના લોકોને મોટી રાહત મળી છે. હજુ પણ આગામી બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. ગુરુવારે દિલ્હીમાં વરસાદ પડવાને કારણે રાજધાનીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જુઓ વીડિયોઝ.

રાજધાનીમાં ભારે વરસાદ બાદ AIIMS ની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આઝાદ માર્કેટ અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાને કારણે બસ ફસાઈ ગઈ હતી, જેમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

દિલ્હીમાં ભારે વરસાદ બાદ ITO વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વાહનો પણ ફસાયા છે.

ગુરુવારે થયેલા ભારે વરસાદને કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ દ્રશ્યો રાયસીના રોડ અને ફિરોઝશાહ રોડના છે.

દિલ્હીમાં લોધી એસ્ટેટ વિસ્તારમાં સતત ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે. આ વિસ્તાર સંપૂર્ણપણે જળબંબાકાર છે અને વાહનોની અવરજવર શક્ય નથી. આ સપા સાંસદ રામ ગોપાલ યાદવના ઘરની બહારના દ્રશ્યો છે. કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો આ વિસ્તારમાં રહે છે.

આ દ્રશ્યો સફદરજંગ અને AIIMS વિસ્તારના છે, જ્યાં લોકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે.

આ મૂલચંદ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં અવિરત વરસાદના કારણે કેટલાંક વાહનો ડૂબી ગયા છે.

દિલ્હીના સાકેત મેટ્રો સ્ટેશનથી બહાર નીકળતા મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે સતત ભારે વરસાદને કારણે આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

શહેરમાં આખી રાત અવિરત ભારે વરસાદ બાદ દિલ્હીમાં કર્તવ્ય પથની આસપાસ પાણી ભરાયા છે.

વધુ વાંચો: દેશમાં ચોમાસું જામ્યું! આ રાજ્યો માટે ડેન્જર આગાહી, IMDએ સચેત કર્યા

PROMOTIONAL 9

ભારે વરસાદને કારણે દિલ્હીના ઘણા ભાગો જળબંબાકાર થઈ ગયા છે. આ ઓરોબિંદો રોડના દ્રશ્યો છે. દક્ષિણ દિલ્હીમાં ઓરોબિંદો રોડથી આઈઆઈટી ફ્લાયઓવર સુધી પાણી ભરાયા છે, જેને કારણે વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Delhi Heavy Rains Delhi Waterlogging
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ