બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આને કહેવાય હરતી-ફરતી દારૂની દુકાન, એકસાથે 48 બોટલો બૉડી પર છુપાવી દીધી, Video જોઇ ચોંકી જશો

OMG / આને કહેવાય હરતી-ફરતી દારૂની દુકાન, એકસાથે 48 બોટલો બૉડી પર છુપાવી દીધી, Video જોઇ ચોંકી જશો

Last Updated: 05:12 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિદ્વારમાં તસ્કરે પોતાના શર્ટમાં એક-બે નહીં પરંતુ 48 દારૂની બોટલો છુપાવી હતી. તેના પેન્ટમાં કેટલીક બોટલો સંતાડી હતી. જ્યારે પોલીસે તેને પકડીને તેની શોધખોળ કરી ત્યારે તે પણ ચોંકી ઉઠી હતી.

દેશમાં અવાર નવાર એવી વિચિત્ર ઘટનાઓ સામે આવતી હોય છે કે જે સૌ કોઈને ચોંકાવી દેતી હોય છે. ત્યારે હાલમાં આવી જ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. હરિદ્વારથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ દારૂની હેરાફેરી કરતા રંગે હાથે ઝડપાઈ ગયો છે. તેણે પોતાના શર્ટમાં એક-બે નહીં પરંતુ 48 દારૂની બોટલો છુપાવી હતી. કેટલીક બોટલો તો પેન્ટમાં પણ સંતાડી હતી. જ્યારે પોલીસે તેને પકડીને તેની તપાસ કરી તો તે પણ ચોંકી ઉઠી હતી. કારણ કે આ વ્યક્તિ પોતે જ દારૂની દુકાન હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે હરિદ્વાર એક યાત્રાધામ શહેર છે અને અહીં મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ છે. આ જ કારણ છે કે અહીં લોકો પૈસા કમાવવા માટે મોટા પાયે દારૂની દાણચોરી કરે છે અને તેને પ્રતિબંધિત વિસ્તારોમાં ગુપ્ત રીતે વેચે છે. આ દરમિયાન દારૂની હેરાફેરી અને વેચાણનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ પોતે જ મોબાઈલ દારૂની દુકાન બની ગયો. આ વ્યક્તિએ તેના શર્ટમાં દારૂની બોટલો છુપાવી હતી. તેણે તેના શર્ટ અને પેન્ટની અંદર લગભગ 48 ક્વાર્ટર છુપાવ્યા હતા.

વધુ વાંચો : બંગલામાં પાણી ઘૂસી જતા સપા સાંસદને સ્ટાફે ઊંચકીને કારમાં બેસાડ્યાં, લોકોએ કહ્યું 'ઐસે આમ આદમી કો...'

હાલ પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે. શોધખોળ હાથ ધરતા પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ દરમિયાન તેમની કોમેન્ટ્રી સાંભળવા જેવી હતી. આ મામલે SSP એ કહ્યું કે આ દારૂ પ્રતિબંધિત વિસ્તાર હોવાથી અહીં લોકો અલગ-અલગ રીતે દારૂ વેચવાનો પ્રયાસ કરે છે. તેઓ વારંવાર પોલીસના હાથે ઝડપાયા છે. હાલમાં જ ઝડપાયેલો શખ્સ શરીરમાં 48 દારૂની બોટલો સાથે નાસતો ફરતો હતો. અમે આવા લોકો પર નજર રાખીએ છીએ. જે કોઈ આ પ્રકારનું કૃત્ય કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

shockingcase Haridwar smugglingliquor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ