બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / સાંજના 4 વાગ્યા સુધીમાં ગુજરાતના 100 તાલુકાઓમાં મેઘાએ બોલાવી ધબધબાટી, જાણો સૌથી વધુ ક્યાં ખાબક્યો

photo-story

9 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / સાંજના 4 વાગ્યા સુધીમાં ગુજરાતના 100 તાલુકાઓમાં મેઘાએ બોલાવી ધબધબાટી, જાણો સૌથી વધુ ક્યાં ખાબક્યો

Last Updated: 06:04 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં સવારના 6 થી બપોરના 4 વાગ્યા સુધીમાં 100 તાલુકાઓમાં વરસાદ જેમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.

1/9

photoStories-logo

1. 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી 100 તાલુકામાં વરસાદ નોંધાયો

આજે સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી 100 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સવા 2 ઈંચ, નવસારીના ખેરપુર અને બોટાદમાં 2 ઈંચ,ગણદેવી,ઉમરગામ, ચીખલી અને ગારીયાધારમાં પોણા 2 ઈંચ વરસાદ થયો છે. સાથે સુત્રાપાડા, કામરેજમાં, વાપી અને પાલિતાણામાં સવા ઈંચ વરસાદ, જ્યારે અમરેલીના લીલીયામાં 1 ઈંચ વરસાદ થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ શહેરમાં સાંજે વરસાદ શરૂ થયો, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બોડકદેવ, વસ્ત્રાપુર, આનંદનગર, પ્રહલાદનગર, શ્યામલ, શિવરંજની, મેમનગર, નરોડા, નિકોલ, શાહીબાગ, ચાંદલોડિયા, ઘાટોલોડિયા, ગોતા, સોલા, શિલજ, બોપલ, પાલડી વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. કપરાડામાં વરસ્યો વરસાદ

વલસાડ જીલ્લામાં પણ મેઘરાજાએ પઘરામણી કરી હતી. વલસાડ જીલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. વલસાડનાં વાપી, પારડી અને ધરમપુરમાં વરસાદી માહોલ છવાયો હતો. કપરાડામાં વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. મહેમદાવાદમાં વરસાદ શરૂ થયો

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં વરસાદ શરૂ થયો છે, ખાત્રજ સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, સારા વરસાદથી ડાંગરના પાકને વરસાદથી ફાયદો થશે

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. ગાંધીનગરમાં વરસાદી માહોલ છવાયો

ગાંધીનગર શહેર અને ગ્રામ્યનાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ગાંધીનગરમાં ઈન્ડ્રોડામાં વરસાદ પડ્યો હતો. બોરીજ, પાલજ અને શાહપુરમાં વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. લોકોએ બફારાથી રાહત મેળવી

સુરત જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતમાં ખુશીનો માહોલ જામ્યો. સુરતના કામરેજ, પલસાણા, બારડોલી તાલુકામાં અસહ્ય બફારા બાદ વરસાદી માહોલ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કડોદરા, કરણ, પલસાણા, તાતીથૈયા, કામરેજ સહિતના અનેક ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. ગીર ગઢડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ

ઉનાના ગ્રામ્ય પંથકમાં મેઘારાજાનું ફરીવાર આગમન થયું છે.ગીર ગઢડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જામવાળા ગામે ગાજવીજ સાથે વરસાજ શરૂ થયો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનું માહોલ છવાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. મહેસાણા જિલ્લામાં વરસાદ

મહેસાણા જિલ્લાના કડીમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા શહેરની ભાગ્યોદય હોસ્પિટલ રોડ સહિતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. નવસારીમાં વરસાદી માહોલ

નવસારી જિલ્લાના જલાલપોર, ગણદેવી અને ચીખલી તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. નવસારીનાં ચીખલીમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rains Valsad Rains Gujarat Rains

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ