બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Extra / india-is-the-sixth-richest-country-in-the-world-total-assets-8230-billion

NULL / દુનિયાનો છઠ્ઠો સૌથી અમીર દેશ બન્યો ભારત આટલા અબજ ડૉલરની છે સંપત્તિ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દુનિયા સૌથી ધનિક 10 દેશોમાં ભારત છઠ્ઠા સ્થાન પર છે. એક રિપોર્ટ અનુસાર ભારત 8230 અબજ ડૉલરની સંપત્તિની સાથે વિશ્વમાં છઠ્ઠો સૌથી ધનિક દેશ છે. આ મામલામાં અમેરિકા ટોચના સ્થાન પર છે.  ‘અફ્રએશિયા બેંક ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યુ’ની રિપોર્ટમાં આ રેન્કિંગ આપવામાં આવ્યો છે. ભારતીયોની અંગત સપત્તિ 2016થી 2017ની વચ્ચે 25% વધી છે.

રિપોર્ટ અનુસાર અમેરિકા 62 584 અબજ ડૉલરની સંપત્તિની સાથે પહેલા સ્થાન પર છે જે પછી 24 803 અબજ ડૉલરની સંપત્તિની સાથે ચીન બીજા સ્થાન પર અને 19 522 અબજ ડૉલરની સાથે જાપાન ત્રીજા સ્થાન પર છે. 

બેંકના રિવ્યુમાં કોઇ પણ દેશની દરેક વ્યકિતની કુલ અંગત સંપત્તિના આધારે નક્કી કરવામાં આવી છે. ટૉપ 10માં શામેલ બીજા દેશમાં બ્રિટેનની કુલ સંપત્તિ 9919 અબજ ડૉલર જર્મની કુલ સંપત્તિ 9660 અબજ ડૉલર ઑસ્ટ્રેલિયાની કુલ સંપત્તિ 6142 અબજ ડૉલર કેનેડાની કુલ સંપત્તિ 6393 અબજ ડૉલર ફ્રાંસની કુલ સંપત્તિ 6649 અબજ ડૉલર અને ઇટલીની કુલ સંપત્તિ 4276 અબજ ડૉલર છે.

રિપોર્ટ અનુસાર ભારતમાં સંપત્તિ સૃજનનાં કારણોમાં ઉદ્યમીઓની મોટી સંખ્યા સારી એજ્યુકેશન સિસ્ટમ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી (IT)નું રિબસ્ટ આઉટલુક બિઝનેસ પ્રોસેસનું આઉટસોર્સિંગ રિઅલ એસ્ટેટ હેલ્થ કેર અને મીડિયા સેક્ટરનો સમાવેશ થાય છે. છેલ્લાં 10 વર્ષમાં આ સેક્ટર્સમાં બિઝનેસમાં 200% નો વધારો થયો છે.

બેંકે કહ્યું છે કે આવનારા દશકમાં ચીનની સંપત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની છે. વર્ષ 2027 સુધી ચીનની સંપત્તિ વધીને 69 449 અબજ ડોલર અને અમેરિકાની સંપત્તિ વધીને 75 101 અબજ ડોલર થઈ જશે.

રિપોર્ટ અનુસાર વિશ્વમાં અત્યારે 1.52 કરોડ એવા લોકો છે જેની સંપત્તિ 10 લાખ ડોલરથી વધુ છે. એક કરોડ ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા 5.84 લાખ અને એક અબજ ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા 2 252 છે. રિપોર્ટ અનુસાર 2027 સુધી ભારત બ્રિટન અને જર્મનીને પાછળ છોડી વિશ્વનો ચોથો સૌથી અમીર દેશ બની જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ