બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મનોરંજન / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં આવેલું છે અડગ આસ્થાનું ધામ એવું કૈલાદેવી મંદિર, સાડી ચડાવવાની પરંપરા, સેવાની વહે છે સરવાણી

દેવ દર્શન / અમદાવાદમાં આવેલું છે અડગ આસ્થાનું ધામ એવું કૈલાદેવી મંદિર, સાડી ચડાવવાની પરંપરા, સેવાની વહે છે સરવાણી

Last Updated: 07:28 AM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: અમદાવાદ શહેરના સાબરમતી રેલ્વે સ્ટેશનથી થોડે દુર કૈલાદેવી સહિત સાત જેટલા દેવી દેવતાઓનુ મંદિર આવેલુ છે.

અમદાવાદ શહેરમાં અનેક દેવીદેવતાઓના મંદિરો અને ધર્મસ્થાન આવેલા છે. શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલુ કૈલા માતાજીનુ મંદિર, જે રાજસ્થાનમાં કૈલા દેવી તરીકે અને ગુજરાતમાં ચામુંડા માતાજી તરીકે ઓળખાય છે. મંદિર પરિસરમાં લક્ષ્મીજીના મંદિરમાં 30 કિલો ચાંદીના લક્ષ્મીજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. જે આખા ગુજરાતમાં ફક્ત અમદાવાદના સાબરમતી વિસ્તારના કૈલાદેવીના મંદિર પરિસરમાં જ છે.

D 3

અમદાવાદમાં કૈલાદેવી બિરાજમાન

અમદાવાદ શહેરના સાબરમતી રેલ્વે સ્ટેશનથી થોડે દુર કૈલાદેવી સહિત સાત જેટલા દેવી દેવતાઓનુ મંદિર આવેલુ છે. 1947માં સાબરમતી વિસ્તારમાં હાલમાં જ્યાં મંદિર આવ્યુ છે તેનાથી થોડે દુર જુનુ મંદિર હતુ. વર્ષ 2002ની આસપાસ નવી જગ્યાએ મંદિર બનાવવામાં આવ્યુ જેમાં કૈલાદેવી એટલે કે ચામુંડા માતાની સાથે લક્ષ્મીજી પણ બિરાજમાન કરવામાં આવ્યા છે સાથે જ શનિદેવ, હનુમાનજી, રાધાકિષ્ના, શિવશંકર અને અંબે માતાજી પણ બિરાજમાન છે.

PROMOTIONAL 11D 4

30 કિલો ચાંદીના વૈભવ લક્ષ્મી બિરાજમાન

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કૈલાદેવી મંદિરમાં 30 કિલો ચાંદીની લક્ષ્મીજીની મુર્તી બનાવવામાં આવી છે, મુર્તી બનાવવા શ્રદ્ધાળુઓએ ફંડ ફાળો આપ્યો છે. 30 કિલોની મુર્તિ બનાવવા, ફંડ ફાળો પણ 30 કિલોનો જ મળ્યો. રાજસ્થાનના કારીગરોએ લક્ષ્મીજીની કલાત્મક મુર્તિ તૈયાર કરી છે. લક્ષ્મીજીને ચાંદીના કમળ પર બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરે તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. ભાવિક ભક્તોની માનતા પુર્ણ થાય ત્યારે માતાજીને સાડી ચડાવવાની પરંપરા છે અને માતાજીને અપર્ણ કરવામાં આવતી સાડીઓ નવરાત્રી દરમિયાન દિકરીઓને ભેટમાં આપવામાં આવે છે. સાબરમતીમાં રહેતા ભાવિકો નિયમિત માતાજીના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. માતાજીની મૂર્તિનુ તેજ ભાવિકોને લીન કરે છે. અને દરેક દર્શનાર્થી મંદિરે જે પણ મનોકામના ઈચ્છે છે તે, માતાજી આશીર્વાદ આપી પૂર્ણ પણ કરે છે.

આ પણ વાંચો: ધક્કાવાળી મેલડી માતાજીનો ચમત્કાર, હોનારતમાં આખું મોરબી ડૂબ્યું પણ મંદિર અકબંધ

DEVI

મંદિરમાં દર શનિવારે સુંદરકાંડ કરવામાં આવે છે

શહેરવાસીઓની કૈલા માતાજી પર અતૂટ શ્રદ્ધા છે. પરિવાર પર કોઈપણ આફત આવે ત્યારે તે સાચી આસ્થા સાથે માતાજીના ચરણોમાં આવી પ્રાથના કરે છે અને માતાજી તેના દરેક ભક્તને મુશ્કેલીમાંથી અચૂક ઉગારે છે. વિધવા બહેનોને દર મહિને મંદિર તરફથી રાશનકીટ આપી સેવાકાર્ય પણ કરવામાં આવે છે. મંદિરમાં દર શનિવારે સુંદરકાંડ કરવામાં આવે છે. અને 200 જેટલા બાળકોનુ બટુક ભોજનની વ્યવસ્થા પણ મંદિર દ્વારા કરવામાં આવે છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kailadevi Mataji Dev Darshan Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ