બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બોટાદમાં વાહનો ફસાયા, તો ઉપલેટાના ડેમમાં આવ્યાં નવા નીર, હવે ગુજરાતભરમાં જામ્યું ચોમાસું

photo-story

8 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / બોટાદમાં વાહનો ફસાયા, તો ઉપલેટાના ડેમમાં આવ્યાં નવા નીર, હવે ગુજરાતભરમાં જામ્યું ચોમાસું

Last Updated: 05:04 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદી માહોલ છવાયો હતો. બારડોલીમાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.

1/8

photoStories-logo

1. ઉકાઇ ડેમમાં પાણીની આવક

દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક થવા પામી હતી. મહારાષ્ટ્રનાં હથનુર ડેમનો દરવાજો એક મીટર ખોલાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક થવા પામી હતી. તેમજ ઉકાઈ ડેમમાં 6 હજાર 392 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. પાણીની આવક શરૂ થતા ડેમની સપાટી 305 ફૂટે પર પહોંચી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. બોટાદના ગઢડામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો

આજે બોટાદ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે, બપોર સુધીમાં બોટાદના ગઢડામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉગામેડી ગામે ધોધમાર વરસાદના કારણે ગામની બજારમાં પાણી વહેતા થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. બનાસ નદીમાંપહેલી વાર નવા નીર આવ્યા

બનાસકાંઠામાં ઉપરવાસમાં સારા વરસાદના પગલે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે, જિલ્લા ની જીવાદોરી સમાન બનાસ નદીમાં ચોમાસુ સિઝનનમાં પહેલી વાર નવા નીર આવ્યા છે. રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, જિલ્લામાં હજુ સુધી વાવણીલાયક વરસાદ ન થતા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. બારડોલીમાં પ્રિમોન્સૂન કામગીરી પર સવાલ

આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, સુરત જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, બારડોલી નગરમાં આશાપુરી માતાના મંદિર નજીક પાણી ભરાત નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે, વરસાદના પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. નદીમાં કાર અને રિક્ષા ફસાયાનો વીડિયો વાયરલ

બોટાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા નદી ગાંડીતૂર થતાં બે કાર અને રિક્ષા ફસાઈ હતી. પાળીયાદ રોડ પર આવેલી નદીમાં બે કાર અને રિક્ષાઓ ફસાયાનો વીડિયો વાયરલ થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

સુરત જીલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. પલસાણા, બારડોલ, માંડવી, ચલથાણ, કડોદરા, જોળવા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો

સુરત શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, માંગરોળ અને માંડવી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, માંગરોળના વાંકલ, લવેટ, નાંદોલા, ફળી સહિત અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે માંડવીના ઝાબ,પાતાલ, ચંદનપુર સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે, વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી લહેર જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ

બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rainy weather

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ