બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / તમારા કામનું / એક ફોનમાં બે સિમકાર્ડ વાપરવા પર ચૂકવવા પડશે પૈસા..? જાણો આ દાવાઓની હકીકત

તમારા કામનું / એક ફોનમાં બે સિમકાર્ડ વાપરવા પર ચૂકવવા પડશે પૈસા..? જાણો આ દાવાઓની હકીકત

Last Updated: 10:02 AM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર કેટલાક સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મોબાઈલ ફોનમાં એકથી વધુ સિમ રાખવા પર ટ્રાઈ હવે વધુ પૈસા વસૂલશે. જે બાદ TRAIએ સ્પષ્ટતા આપી છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ ખોટા દાવાઓને રદિયો આપ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે વધારે સિમ કાર્ડ રાખવા માટે ગ્રાહકો પાસેથી ચાર્જ લેવામાં આવશે. ટેલિકોમ રેગ્યુલેટરે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં કહ્યું કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવા દાવાઓ ફેલાવવામાં આવી રહ્યા છે.

રેગ્યુલેટરે જણાવ્યું કે, એવી અટકળો કે ટ્રાઈ ઘણા સિમ કાર્ડ/નંબર રાખવા માટે ગ્રાહકો પાસેથી ચાર્જ લેવા માગે છે તે સ્પષ્ટપણે ખોટી છે. આવા દાવાઓ પાયાવિહોણા છે અને માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.

સોશિયલ મીડિયા પર ચાલી રાખી છે આવી ખબરો

આ સ્પષ્ટતા કેટલાક મીડિયા અહેવાલો પછી આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રાઈ વધારે સિમ કાર્ડનો ઉપયોગ કરવા માટે નવા નિયમનો પ્રસ્તાવ કરી શકે છે. ટ્રાઈએ એક પ્રસ્તાવ મૂક્યો છે, જેના કારણે ટેલિકોમ ગ્રાહકોને વધારાના પૈસા ચૂકવવા પડી શકે છે.

એક કરતાં વધુ સિમ હોવા પર ચાર્જ લગાવવાનો દાવો

એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રાઈ એકથી વધુ ફોન અથવા લેન્ડલાઈન નંબરનો ઉપયોગ કરવા માટે અલગથી શુલ્ક લાદવા માંગે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રેગ્યુલેટર પહેલા આ ફી ટેલિકોમ ઓપરેટર્સ પર અને પછી યુઝર્સ પર લગાવશે.

PROMOTIONAL 12

ટ્રાઈએ આ સમાચારોને ગણાવી અફવા

14 જૂનના રોજ જારી કરાયેલા નોટિફિકેશનમાં TRAIએ જણાવ્યું કે, 'અમારા ધ્યાનમાં આવ્યું છે કે અમુક મીડિયા રિપોર્ટ્સ (પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા) જણાવે છે કે TRAI એ આ મર્યાદિત સંસાધનોની કાર્યક્ષમ ફાળવણી અને ઉપયોગને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે, મોબાઈલ અને લેન્ડલાઈન નંબર માટે ચાર્જ લાદવાની દરખાસ્ત કરી છે.'

વધુ વાંચો: આધાર નંબર નથી? તો પણ ચિંતા ન કરતા, આ રીતે કરી શકશો ડાઉનલોડ, ફૉલો કરો આ સ્ટેપ્સ

ટ્રાઈએ કહ્યું કે આ અટકળો કે ટ્રાઈ એકથી વધુ ફોન અથવા લેન્ડલાઈન નંબરનો ઉપયોગ કરવા માટે અલગથી શુલ્ક લાદવા માંગે છે તે તદ્દન ખોટી છે. આ પ્રકારના દાવાઓ નિરાધાર છે અને માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. રેગ્યુલેટરે 6 જૂન 2024એ 'રાષ્ટ્રીય નંબરિંગ યોજનામાં સુધારો' પર પરામર્શ પત્ર જારી કર્યું અને 4 જુલાઈ 2024 સુધી હિતધારકો પાસેથી ટિપ્પણીઓ માંગી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Utility News TRAI Multiple sims in Mobile Phone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ