બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખાખીધારી ભાન ભૂલ્યા! દરિયાપુરમાં પોલીસ કચેરીમાં ભાજપ નેતાના બર્થ ડેની રંગેચંગે ઉજવણી, વીડિયો સામે સવાલ

અમદાવાદ / ખાખીધારી ભાન ભૂલ્યા! દરિયાપુરમાં પોલીસ કચેરીમાં ભાજપ નેતાના બર્થ ડેની રંગેચંગે ઉજવણી, વીડિયો સામે સવાલ

Last Updated: 01:41 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડીસીપી કાનન દેસાઈએ કહ્યું પોલીસ સ્ટેશનમા કેક કાપીને જે ઉજવણી કરાઇ તે જન્મદિવસની ઉજવણી ન હતી, પરંતુ બ્લડો ડોનેશન કેમ્પમાં વધારે બ્લડ એકત્ર થયાની ખુશીને લઇને કરાયેલી ઉજવણી હતી.

અમદાવાદના દરિયાપુરમાં પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતાનો બર્થ ડે ઉજવાયો હોવાના આરોપ સાથે વિવાદ ઉઠ્યો હતો.. જે અંગે ડીસીપી કાનન દેસાઈએ સ્પષ્ટતા કરી છે.. તેમણે કહ્યું કે પોલીસ સ્ટેશનમા કેક કાપીને જે ઉજવણી કરાઇ તે જન્મદિવસની ઉજવણી ન હતી, પરંતુ બ્લડો ડોનેશન કેમ્પમાં વધારે બ્લડ એકત્ર થયાની ખુશીને લઇને કરાયેલી ઉજવણી હતી..

ભાજપના નેતા હિંમાશુ ચૌહાણનો જન્મદિવસ ઉજવાયો ?

મહત્વપૂર્ણ છે કે દરિયાપુર પોલીસ સ્ટે શનમાં કેક કાપીને ઉજવણીનો એક વીડિયો વાયરલ થયો હતો.. અને સુત્રો પાસેથી એવી વાત સામે આવી હતી કે ભાજપના નેતા હિંમાશુ ચૌહાણના જન્મદિવસની ઉજવણીની કેક દરિયાપુર પોલીસ સ્ટેશનમાં કાપવામાં આવી હતી.. જે દરમ્યાન ડીસીપી કાનન દેસાઇએ હિમાંશુ ચૌહાણને કેક ખવડાવીને તેમને જન્મદિવસ નિમિતે આશિર્વાદ પણ આપ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વધતા પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા.

આ પણ વાંચોઃ સુરતમાં IRCTCની વેબસાઈટ હેક, 4.50 કરોડના રેકેટનો ભાંડફોડ, મોડસ ઓપરેન્ડીનો થયો ઘટસ્ફોટ

DCPએ કરી આ દલીલ

આ અંગે ડીસીપી કાનન દેસાઇએ સ્પષ્ટતા કરી તેમણે કહ્યું કે જન્મદિવસની ઉજવણીની કેક નહોતી મંગાવાઇ , પરંતુ રક્તદાન કેમ્પમા રક્ત વધારે એકત્ર થયું હોવાની ખુશીને લઇને આયોજકો દ્વારા કેક મંગાવવામા આવી હતી.

PROMOTIONAL 4

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Birthday Celebration Police Station DCP
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ