બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / સુરતમાં IRCTCની વેબસાઈટ હેક, 4.50 કરોડના રેકેટનો ભાંડફોડ, મોડસ ઓપરેન્ડીનો થયો ઘટસ્ફોટ

પર્દાફાશ / સુરતમાં IRCTCની વેબસાઈટ હેક, 4.50 કરોડના રેકેટનો ભાંડફોડ, મોડસ ઓપરેન્ડીનો થયો ઘટસ્ફોટ

Last Updated: 10:22 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપીઓ માત્ર 12 સેકન્ડમાંજ તત્કાલ ટિકીટનું બુકિંગ કરી આપતા હતા. આ રીતે આરોપીઓએ બે મહિનામાં 598 ટિકીટ બુક કર્યાનો ઘટસ્ફોટ થયો છે

સુરતમાં IRCTCની વેબસાઈટ હેક કરી તત્કાલ ટિકિટ બુકિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં પશ્ચિમ રેલવેની મુંબઈની વિજિલન્સ ટીમે તપાસ કરતા આ કૌભાંડ બહાર આવ્યું .. મુંબઇની વિજિલન્સ ટીમે તત્કાલ ઈ-ટિકિટના 4.50 કરોડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

પશ્ચિમ રેલવેની મુંબઇ વિજિલન્સે દરોડા પાડ્યા

પશ્ચિમ રેલવેમાં મુંબઇમાં વિજિલન્સમાં ફરજ બજાવતા સુધીર શર્માએ બાતમીને આધારે સીટીલાઇટના મેઘ સમરન એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો અને IRCTCની વેબસાઈટ હેક કરી તત્કાલ ટિકીટ બુક કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

આરોપી પાસે આઈઆરસીટીસીનું લાયસન્સ પણ છે

આરોપી રાજેશ મિત્તલ પાસે રેલવેની આઈઆરસીટીસીનું લાયસન્સ પણ છે અને તેના લોગીન આઈડી પાસવર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન રેલવે ટીકીટનું આરક્ષણ કરવા કાયદેસરનો એજન્ટ છે.. પરંતુ મોટો આર્થિક લાભ ખાંટવા તેણે રેલવેની સાઈડ હેક કરી ઈ-ટીકીટના ધારા ધોરણોનું ઉલ્લધન કરી તત્કાલ ટિકીટ કાઢી ગ્રાહકો પાસેથી વધુ કમિશન મેળવતો હતો

માત્ર 12 સેકન્ડમાંજ તત્કાલ ટિકીટનું બુકિંગ

આરોપીઓ માત્ર 12 સેકન્ડમાંજ તત્કાલ ટિકીટનું બુકિંગ કરી આપતા હતા. આ રીતે આરોપીઓએ બે મહિનામાં 598 ટિકીટ બુક કર્યાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓ એક ટિકીટ બુક કરવાના 1200 રૂપિયા લેતા હોવાની માહિતી સામે આવી છે. આ મામલામાં એક મહિલા સહિત બે લોકોને ઝડપી લેવાયા છે.

PROMOTIONAL 8

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tatkal Ticket Booking IRCTC Surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ