બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોના-ચાંદીના ભાવમાં ફરીથી આગઝરતી તેજી, અહીં ક્લિક કરીને જાણો આજના લેટેસ્ટ રેટ

ભાવમાં ઉછાળો / સોના-ચાંદીના ભાવમાં ફરીથી આગઝરતી તેજી, અહીં ક્લિક કરીને જાણો આજના લેટેસ્ટ રેટ

Last Updated: 02:11 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો સોનું ખરીદવા માગે છે તેમના માટે ખરાબ સમાચાર છે. સોનાનાં ભાવમાં ફરીથી વધારો થયો છે.24 કેરેટ ગોલ્ડનો ભાવ 353 રૂપિયા વધીને 71,744 રૂપિયા પહોંચી ગયો છે.

શરાફા માર્કેટમાં સોના-ચાંદીના ભાવ વધી ગયા છે. સપ્તાહના અંતમાં કારોબારી દિવસ શુક્રવારે સોના-ચાંદીની ખરીદી કરનારાઓ માટે ચિંતાના સમાચાર છે. 14 કેરેટ ગોલ્ડની કિંમત આજે 71,744 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 87,681 રૂપિયા પ્રતિ કિલો પર છે. તેના પર જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ નહીં લાગે.

14થી 24 કેરેટ ગોલ્ડના ભાવમાં કેમ થયો ફેરફાર

24 કેરેટ ગોલ્ડનો ભાવ આજે અગાઉના બંધ 71,391 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી 353 રૂપિયા વધીને 71,744 રૂપિયા પહોંચી ગયો છે. 23 કેરેટ ગોલ્ડનો ભાવ પણ 352 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 71,457 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે.

22 કેરેટ ગોલ્ડની કિંમત પણ હવે 324 રૂપિયા વધીને 65,718 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. 18 કેરેટ ગોલ્ડનો ભાવ 265 રૂપિયા વધીને 53,808 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. તેમજ ચાંદીના રેટમાં પણ 578 રૂપિયાનો વધારો છે. આજે ચાંદીનો ભાવ 87,621 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

જીએસટીની સાથે સોના-ચાંદીના ભાવ

આજે 23 કેરેટ સોનાનો ભાવ જીએસટી રેટની સાથે 73,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અન્ય ચાર્જિસની સાથે સોનાનો ભાવ 80,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.

જ્યારે જીએસટી સાથે 22 કેરેટ ગોલ્ડનો ભાવ 67,689 રૂપિયા પહોંચી ગયો છે.જ્યારે જ્વેલરી મેકિંગ ચાર્જ સાથે તે 74,458 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

વધુ વાંચોઃ- શેર બજારમાં ફરી નવો રેકોર્ડ! સેન્સેક્સ 80 હજાર તો નિફ્ટી 25 હજારની નજીક, આ શેરનો જોશ હાઈ

18 કેરેટ સોનાનો ભાવ જીએસટી સાથે 55,422 રૂપિયા છે. જ્વેલરી મેકિંગ ચાર્જ અને નફા સહિત તેનો ભાવ પ્રતિ 10 ગ્રામે 60,964 રૂપિયા છે. તેમજ 24 કેરેટ સોનાનો ભાવ જીએસટી સાથે પ્રતિ 10 ગ્રામે 73,896 રૂપિયા છે. અને ચાંદીનો ભાવ જીએસટી સાથે પ્રતિ કિલો 90, 249 રૂપિયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Price increase Gold Sliver Price market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ