બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / શેર બજારમાં ફરી નવો રેકોર્ડ! સેન્સેક્સ 80 હજાર તો નિફ્ટી 25 હજારની નજીક, આ શેરનો જોશ હાઈ
Last Updated: 10:11 AM, 28 June 2024
Stock Market News : શેર બજાર આજે સેન્સેક્સ અને નિફ્ટી સર્વકાલીન ઊંચા સ્તરે ખુલ્યું હતું. છેલ્લા સત્રમાં શેરબજારના બંને સૂચકાંકો સર્વકાલીન ઊંચા સ્તરે બંધ રહ્યા હતા. આ સપ્તાહે બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ 256 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી 41 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો.
ADVERTISEMENT
Sensex, Nifty hit new all-time high levels in early trade
— Press Trust of India (@PTI_News) June 28, 2024
આજે જૂન મહિનાના છેલ્લો ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી નવા રેકોર્ડ સાથે ખુલ્યા હતા. આગામી સોમવારથી જુલાઇ મહિનો શરૂ થશે. આ મહિને શેરબજારે પણ સર્વકાલીન ઊંચા ક્રેડીટ ક્રેશના રેકોર્ડ બનાવ્યા છે. 4 જૂને શેરબજારમાં 4 વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા સત્રમાં બંને શેરબજાર એક્સચેન્જ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા પછી બંધ થઈ ગયા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : અબજોપતિના લિસ્ટમાં ઉલટફેર! આ શખ્સ દુનિયાનો નંબર વન અમીર, અંબાણી કે અદાણી રેસમાં કોણ આગળ?
આજે એટલે કે શુક્રવારે 28 જૂને સેન્સેક્સ અને નિફ્ટી નવા રેકોર્ડ સાથે ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 256.3 પોઈન્ટ વધીને 79,499.48 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 41.40 પોઈન્ટ અથવા 0.17 ટકા વધીને 24,085.90 પર છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.