બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / અબજોપતિના લિસ્ટમાં ઉલટફેર! આ શખ્સ દુનિયાનો નંબર વન અમીર, અંબાણી કે અદાણી રેસમાં કોણ આગળ?

બિઝનેસ / અબજોપતિના લિસ્ટમાં ઉલટફેર! આ શખ્સ દુનિયાનો નંબર વન અમીર, અંબાણી કે અદાણી રેસમાં કોણ આગળ?

Last Updated: 09:23 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેઝોનના પૂર્વ સીઈઓ જેફ બેઝોસ હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક સરકીને બીજા નંબરે આવી ગયા છે અને બર્નાર્ડ આર્નોલ્ટ 200 અબજ ડોલરના કલબથી બહાર થઈ ગયા છે.

અબજોપતિઓની યાદીમાં આજે પણ ઉથલપાથલ જોવા મળી રહી છે. જેફ બેઝોસ ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેણે એલન મસ્કને પછાડીને પહેલું સ્થાન મેળવી લીધું છે. આ સાથે જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી હવે અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીને પાછળ છોડીને 11મા સ્થાને પહોંચી ગયા છે. જેન્સન હુઆંગ પણ તેમનાથી પાછળ રહી ગયા છે. જોકે હુઆંગ અને અદાણી આ વર્ષની કમાણીમાં મુકેશ અંબાણી કરતા આગળ છે.

બર્નાર્ડ આર્નોલ્ટ $200 બિલિયન ક્લબમાંથી બહાર

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સની તાજેતરની રેન્કિંગ પ્રમાણે એમેઝોનના ભૂતપૂર્વ સીઈઓ જેફ બેઝોસ હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. ટેસ્લાના CEO એલન મસ્ક બીજા સ્થાને સરકી ગયા છે અને બર્નાર્ડ આર્નોલ્ટ $200 બિલિયન ક્લબમાંથી બહાર છે. જેફ બેઝોસની સંપત્તિમાં ગુરુવારે $3.97 બિલિયનનો વધારો થયો છે અને તેમની કુલ સંપત્તિ હવે $220 બિલિયન થઈ ગઈ છે. તેની સરખામણીમાં એલન મસ્કની સંપત્તિમાં માત્ર 751 મિલિયન ડોલરનો વધારો થયો છે અને તેની કુલ સંપત્તિ વધીને 217 અબજ ડોલર થઈ છે.

બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ ગુરુવારે $2.49 બિલિયન ઘટીને $199 બિલિયન થઈ ગઈ. આ ફ્રેન્ચ અબજોપતિ, જે હાલમાં વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ત્રીજા ક્રમે છે, તે થોડા મહિના પહેલા સૌથી અમીર વ્યક્તિ હતો. ચોથા નંબરે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ છે. ગુરુવારે 2.22 અબજ ડોલરની કમાણી કરનાર ઝકરબર્ગની કુલ સંપત્તિ 185 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે.

PROMOTIONAL 10

રેન્કિંગમાં અંબાણી આગળ, પણ કમાણીમાં અદાણી આગળ

આ રેન્કિંગમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પોતાના દેશબંધુ ગૌતમ અદાણી કરતા ઘણા આગળ પહોંચી ગયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર છેલ્લા ત્રણ દિવસથી વધી રહ્યા છે અને હવે તેઓ 116 અબજ ડોલરની નેટવર્થ સાથે અદાણી કરતાં 3 સ્થાન ઉપર 11મા સ્થાને છે. અદાણી 105 અબજ ડોલર સાથે 14મા સ્થાને છે. એટલું જ નહીં, અંબાણી આ વર્ષે વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર જેન્સન હુઆંગથી પણ બે સ્થાન આગળ છે. હુઆંગ 109 અબજ ડોલર સાથે 13મા સ્થાને છે.

વધુ વાંચો: સોનાનો ભાવ ગગડ્યો, ચાંદી પણ શાંત થઈ! ખરીદવાનો ગોલ્ડન મોકો, જાણો લેટેસ્ટ રેટ

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ પ્રમાણે આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ટોપ-10 ધનિક

  1. જેન્સન હુઆંગ $64.8 બિલિયન
  2. માર્ક ઝકરબર્ગ $56.5 બિલિયન
  3. જેફ બેઝોસ $42.7 બિલિયન
  4. લેરી પેજ $37.7 બિલિયન
  5. માઈકલ ડેલ $35.6 બિલિયન
  6. સેર્ગેઈ બ્રિન $34.4 બિલિયન
  7. લેરી એલિસન $30.2 બિલિયન
  8. સ્ટીવ બાલ્મર $25.2 બિલિયન
  9. ગૌતમ અદાણી $21 બિલિયન
  10. મુકેશ અંબાણી $19.9 બિલિયન

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mukesh Ambani Billionaires List Business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ