બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'હું છેલ્લે સુધી પ્રેમ માટે લડીશ..', અર્જુન કપૂર સાથે બ્રેકઅપની અટકળો વચ્ચે મલાઇકાએ તોડ્યું મૌન

મનોરંજન / 'હું છેલ્લે સુધી પ્રેમ માટે લડીશ..', અર્જુન કપૂર સાથે બ્રેકઅપની અટકળો વચ્ચે મલાઇકાએ તોડ્યું મૌન

Last Updated: 05:27 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર બ્રેકઅપના સમાચારને લઇ ચર્ચામાં છે. એવા અહેવાલો હતા કે 6 વર્ષ સુધી સંબંધમાં આવ્યા પછી બંને અલગ થઇ રહ્યા છે.

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર બ્રેકઅપના સમાચારને લઇ ચર્ચામાં છે. એવા અહેવાલો હતા કે 6 વર્ષ સુધી સંબંધમાં આવ્યા પછી બંને અલગ થઇ રહ્યા છે. જ્યારે ગર્લફ્રેન્ડ મલાઇકા અર્જુનના જન્મદિવસની ઉજવણીથી દૂર રહી હતી અને અફવાઓ વચ્ચે શુભેચ્છા પણ પાઠવી ન હતી. હવે મલાઇકાએ પ્રેમ વિશે વાત કરી છે.

અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના નામ ચોક્કસપણે બી-ટાઉનના પાવર યુગલોની સૂચિમાં લેવામાં આવ્યા છે, પરંતુ 6 વર્ષના સંબંધોમાં તિરાડોના અહેવાલો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અર્જુન અને મલાઇકા અલગ થઈ ગયા છે. જ્યારે મલાઇકા અર્જુનના જન્મદિવસની ઉજવણીમાં પહોંચી ન હતી ત્યારે આ અટકળોને વધુ હવા મળી હતી.

11-malaika-arora-and-arjun-.jpg

માત્ર આ જ નહીં બોયફ્રેન્ડ અર્જુન કપૂર પર પ્રેમ લૂટાવનારી મલાઇકા અરોરાએ જન્મ દિવસે બર્થ ડે વિસ કરતી પોસ્ટ પણ કરી ન હતી.આ બાબતો પછી લોકો માની રહ્યા છે કે મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થયુ છે. બંનેમાંથી કોઈએ હજી સુધી બ્રેકઅપ પર મોહર મારી નથી. તાજેતરમાં મલાઇકાએ આ અફવાઓ વચ્ચે પહેલીવાર નિવેદન આપ્યું છે.

https://www.instagram.com/reel/C8uByVMyuEk/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

મલાઇકા અરોરાએ 1998 માં અભિનેતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા, જેનાથી એક પુત્ર અરહન ખાન છે. 19 વર્ષ પછી મલાઇકા અને અરબાઝે 2017 માં છૂટાછેડા લીધા હતા. માત્ર એક વર્ષ પછી મલાઇકાએ અર્જુનને ડેટિંગ કરવાનું શરૂ કર્યું. આ માટે તેણે ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો.

મલાઇકાને હજી પણ પ્રેમમાં ખાતરી

હવે મલાઇકા અરોરાના બ્રેકઅપના અહેવાલો આવી રહ્યા છે. આ વચ્ચે અભિનેત્રીએ કહ્યું કે તે ક્યારેય પ્રેમનો ત્યાગ કરશે નહીં. હેલો મેગેઝિન સાથેની વાતચીતમાં, જ્યારે મલાઇકાને પ્રેમ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે પોતાને રોમેન્ટિક તરીકે વર્ણવ્યું અને કહ્યું- સાચા પ્રેમનો વિચાર ક્યારેય નહીં છોડું. ભલે ગમે તે થાય. હું એક વૃશ્ચિક રાશિની છોકરી છું, તેથી હું અંત સુધી પ્રેમ માટે લડીશ હું ખૂબ યથાર્થવાદી પણ છું અને બોર્ડર ક્યાં દોરવી તે જાણું છું.

Website Ad 3 1200_628

મલાઇકા અરોરાએ ટ્રોલિંગ પર વાત કરી

'છૈયા છૈયા ગર્લ' મલાઇકા અરોરા પણ તેના કરતા 13 વર્ષ નાના અર્જુન કપૂર સાથે ડેટ કરવા પર ટ્રોલ કરવામાં આવી છે. અભિનેત્રીએ કહ્યું કે તેણીએ તેની આસપાસ આવી કવચ બનાવી છે, જેના કારણે તે પોતાને નકારાત્મકતાથી દૂર રાખે છે, ભલે તે લોકો હોય, કામ હોય, માહોલ હોય કે સોશિયલ મીડિયા હોય. તેમણે ઉમેર્યું-મે સમયની સાથે આ શીખ્યુ છે. અગાઉ તે મારા પર હાવી થતુ અને મારી રાતની નિદર ઉડી જતી હતી.

આ પણ વાંચોઃ સોનાક્ષી સિન્હાએ 3 શબ્દો લખી ટ્રોલર્સને જડ્યો તમાચો, લોકો બીજા ધર્મમાં લગ્નને લઈ મારતા હતા ટોણાં

મલાઇકા અરોરાએ એમ પણ કહ્યું હતું કે હવે તેને ટ્રોલ કરવાથી કોઇ ફેર પડશે નહી. તે જાણે છે કે શું ચાલી રહ્યું છે. તે ફક્ત પોતાને તેનાથી દૂર રાખે છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Malaika Arora Arjun Kapoor Breakup malaika arora and arjun kapoor bollywood actor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ