બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Pregnant woman found dead near river bridge in Chandrapur, 4-year-old son sits beside corpse all night

હત્યા કે આપઘાત / બ્રિજ નીચે પ્રેગનન્ટ માતાની લાશ પાસે આખી રાત બેઠો 4 વર્ષનો છોકરો, કાળજું વલોવી નાખે તેવું બન્યું

Hiralal

Last Updated: 09:09 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ગર્ભવતી મહિલાના મોત અને તેની લાશ સાથે 4 વર્ષનું બાળક આખી રાતે બેસી રહેવાની એક ભારે આઘાતજનક ઘટના બની છે.

  • મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ભારે કંપાવનારી ઘટના
  • નદીના બ્રિજ નીચે મળી ગર્ભવતી મહિલાની લાશ મળી
  • 4 વર્ષનું બાળક આખી રાતે માતાની લાશ પાસે બેસી રહ્યું 

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ભારે કંપાવનારી ઘટના બની છે. ભગવાન ન કરે કે આવું કોઈની સાથે થાય. રાતના સાડા નવ વાગ્યાની આસપાસ 4 વર્ષના પુત્રને આઈસક્રીમ ખવડાવવા નીકળેલી ગર્ભવતી મહિલાની લાશ નદીના બ્રિજ નીચેથી મળી આવી. આટલું જાણે આઘાત આપવા માટે પૂરતું ન હોય તેમ તેનો 4 વર્ષનો પુત્ર આખી રાતે માતાની લાશ સાથે બેસી રહ્યો હતો. 

4 વર્ષના પુત્ર સાથે આઈસક્રીમ લેવા ગયેલી મહિલા સાથે શું બન્યું 
ચંદ્રપુરમાં પરિવાર સાથે રહેતી 36 વર્ષીય પરિણીતા સુષ્મા કાકડે બુધવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે બલ્લારપુરની ટીચર્સ કોલોનીમાં તેમના ઘરેથી તેમના પુત્ર દુર્વંશ સાથે આઈસક્રીમ લેવા ગઈ હતી. પરંતુ રાતે મોડે સુધી ઘેર ન આવતાં પતિ સહિતના સભ્યોને ફાળ પડી અને તેમણે તેની શોધ કરી, થોડા સમયની શોધ બાદ ન મળતાં તેમણે 
બલ્લારપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે સવારે કેટલાક લોકોએ તેના પતિ પવનકુમારને જાણ કરી હતી કે સુષ્માની લાશ રાજુરા-બલ્લારપુર રોડ પર વર્ધા નદીના પુલ પાસે પડી છે. આ પછી તેઓ વહેલી સવાર 4 વાગ્યે પોલીસની ટીમ સાથે ત્યાં પહોંચ્યાં ત્યારે તેમણે જોયું કે બ્રિજ નીચે સુષ્માની લાશ પડી હતી અને બાજુમાં 4 વર્ષનો છોકરો બેઠો બેઠો રડતો હતો. આ જોઈને પરિવાર સહિતનો પોલીસ ભારે દુખમાં આવ્યો. 

કેવી રીતે મોત થયું હોઈ શકે 
પોલીસનું કહેવું છે કે પ્રથમ દૃષ્ટિએ, એવું લાગે છે કે બુધવારે મોડી રાત્રે સુષ્મા પુલ પરથી કાદવવાળા વિસ્તારમાં પડી હોય અને તેની સાથે તેનો પુત્ર પણ પડી ગયો અને તે બચી ગયો જ્યારે મહિલા મરી ગઈ. જોકે મોતનું સાચું કારણ શોધી કાઢવા માટે પોલીસે તપાસ શરુ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Chandrapur Sushma Kakde Chandrapur Sushma Kakde death Chandrapur woman Sushma Kakde Chandrapur woman death Chandrapur woman death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ