બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 29થી 2 જુલાઇ સુધી ગુજરાત ભરમાં 'અતિ ભારે' વરસાદની આગાહી, આવતીકાલે આ જિલ્લાઓમાં ત્રાટકશે
Last Updated: 04:41 PM, 28 June 2024
હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સાયકલોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે
ADVERTISEMENT
West Madhya Pradesh: Heavy to Very heavy rainfall during past 24 hours of 28.06.2024 #weatherupdate #significantrainfall #veryheavyrain@moesgoi @DDNewslive @ndmaindia @airnewsalerts pic.twitter.com/gQN07bXIzv
— India Meteorological Department (@Indiametdept) June 28, 2024
ભારે વરસાદની આગાહી
ADVERTISEMENT
તો બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે. દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
મેઘરાજા બોલાવશે ધડબડાટી
આવતીકાલે નવસારી,વલસાડ,દાદરા નગરહવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 30 જૂને ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નવસારી અને ખેડામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 30 જૂને વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
1 જુલાઈ આ જિલ્લામાં વરસાદની આગાહી
1 જુલાઈએ વલસાડ,દમણ,દાદરા નગરહવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને સુરતમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. તો 2 જુલાઈએ નવસારી,વલસાદ,દમણ અને દાદરા નગરહવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ
આજે ક્યાં પડી શકે વરસાદ ?
નવસારી,વલસાડ,દમણ અને દાદરા નગરહવેલી
બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી અને પંચમહાલ
દાહોદ,મહીસાગર,વડોદરા અને છોટાઉદેપુર
રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ
અમરેલી ભાવનગર મોરબી દ્વારકા
ગીર સોમનાથ બોટાદ કચ્છ દીવ
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.