બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શેફાલી વર્માની ડબલ સેન્ચ્યુરી, સૌથી ઝડપી શતક લગાવી રચ્યો ઈતિહાસ, મંધાનાના પણ 149 રન

IND Vs SAW / શેફાલી વર્માની ડબલ સેન્ચ્યુરી, સૌથી ઝડપી શતક લગાવી રચ્યો ઈતિહાસ, મંધાનાના પણ 149 રન

Last Updated: 03:58 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs SAW Test Match: શેફાલી વર્માએ સાઉથ આફ્રીના સામે શાનદાર ઈનિંગ રમી અને પોતાની પહેલી ડબલ સેન્ચુરી ટેસ્ટ ક્રિકેટમાં મારી છે.

ભારતીય મહિલા ક્રિકટે ટીમ અને સાઉથ આફ્રીકા મહિલા ક્રિકેટ ટીમની વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ભારતની ઓપનર બેટર શેફાલી વર્માએ શાનદાર પ્રદર્શન કર્યું અને ડબલ સેન્ચુરી મારી છે.

shefali

શેફાલીના ટેસ્ટ ક્રિકેટ કરિયરની આ પહેલી ડબલ સેન્ચુરી છે અને તેમણે પોતાની 5મી ટેસ્ટ મેચમાં જ આ ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. શેફાલીએ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે 22 વર્ષના બાદ ડબલ સેન્ચુરી મારી છે. તેના પહેલા આ કમાલ મિતાલી રાજે વર્ષ 2002માં ઈંગ્લેન્ડ સામે કર્યો હતો અને 214 રનની ઈનિંગ રમી હતી.

શેફાલીએ મારી ડબલ સેન્ચુરી

સાઉથ આફ્રીકા સામે શેફાલી વર્માએ પોતાની સેન્ચુરી 113 બોલ પર ચોગ્ગા સાથે પુરી કરી અને તે દરમિયાન તેમણે 2 છગ્ગા અને 15 ચોગ્ગા માર્યા. પરંતુ તેના બાદ તેમણે પોતાની ડબલ સેન્ચુરી 194 બોલ પર પુરી કરી. પોતાની ડબલ સેન્ચુરી વખતે તેમણે 8 છગ્ગા અને 22 ચોગ્ગા માર્યા.

શેફાલીના ટેસ્ટ ક્રિકેટ કરિયરની આ પહેલી ડબલ સેન્ચુરી છે. આ મેચમાં શેફાલીએ પહેલી વિકેટ માટે સ્મૃતિ મંધાના સાથે મળીને 292 રનની ભાગીદારી કરી અને ભારતીય મહિલા ટેસ્ટ ક્રિકેટના 90 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત કોઈ ઓપનિંગ જોડીએ 250 રનની ભાગીદારી કરવાનું ગૌરવ પોતાના નામે કર્યું.

PROMOTIONAL 12

સ્મૃતિ મંધાનાએ પણ ફટકારી સેન્ચુરી

સ્મૃતિ મંધાનાએ પણ સાઉથ આફ્રીકાના સામે શાનદાર ઈનિંગ રમી અને પોતાના ટેસ્ટ ક્રિકેટ કરિયરની પહેલી સેન્ચુરી મારી. જોકે સાઉથ આફ્રીના સામે તેમની આ પહેલી સેન્ચુરી રહી.

આ ટીમના સામે એકમાત્ર ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં મંધાનાએ 161 બોલનો સામનો કરતા એક છગ્ગો અને 27 ચોગ્ગાની મદદથી 149 રનની ઈનિંગ રમી. આ ટેસ્ટ ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાની સર્વશ્રેષ્ઠ ઈનિંગ પણ રહી.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Test Cricket Shafali Verma IND Vs SAW
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ