બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાના જીતની મજા થશે બમણી! સો.મીડિયા પર આવ્યું મીમનું પૂર

T20 વર્લ્ડ કપ / ટીમ ઈન્ડિયાના જીતની મજા થશે બમણી! સો.મીડિયા પર આવ્યું મીમનું પૂર

Last Updated: 01:27 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ સહિત તમામ ખેલાડીઓ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.ભારતીય ટીમે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હાર આપી હતી, હવે ફાઈનલ મેચ માટે ભારતીય ટીમ તૈયાર છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ બારબાડોસમાં રમાશે. 27 જૂને ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 68 રનોની હરાવ્યું હતું. શુક્રવારે ટીમ ઈન્ડિયાનો એક વીડિયો સામે આવ્યો હતો.

ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચતા સોશિયલ મીડિયા પર મીન્સ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે ઈંગ્લેન્ડની ટીમની મજાક ઉડાવતા મીન્સ શેર કર્યા હતા.

કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવના વખાણ કરતા મીમ્સ પણ વાયરલ થયા છે. વિરાટ કોહલી અને ઋષભ પંત આઉટ થતાં રોહિત-સૂર્યકુમારે ભારતની કમાણ સંભાળી હતી અને 73 રન કર્યા હતા.

તેમજ ભારતીય બોલર શિવમ દુબેને લઈને પણ સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થયા છે.શિવમે ક્રિસ જોર્ડનની વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 16 ઓવરમાં જ ઘર ભેગી થઈ હતી. ઈંગ્લેન્ડની તરફથી હેરી બ્રૂફ, જોસ બટલર, જોફ્રા આર્ચર, અને લિયામ લિવિંગસ્ટોને સારું પર્ફોમ કર્યું હતું. ભારત માટે કુલદિપ યાદવ અને અક્ષર પટેલે ત્રણ વિકેટ લીધી હતી. તેમજ જસપ્રિત બુમરાહે બે વિકેટ લીધી હતી.

વધુ વાંચોઃ- VIDEO: રોહિત શર્મા રડવા લાગ્યો, વિરાટ કોહલીએ હસતાં મુખે મનાવ્યો, જુઓ ડ્રેસિંગ રૂમમાં શું થયું?

ત્રીજી વખત ટીમ ઈન્ડિયા પહોંચી ફાઈનલમાં

ભારતીય ટીમ ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. આ પહેલા 2007 અને 2014ની સિઝનમાં ટીમે ફાઈનલમાં જગ્યા બનાવી હતી. અને હવે ભારત પાસે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવાની તક છે.ભારતીય ટીમે 2013માં આઈસીસી વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ત્યારે ભારતીય ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Final Match T20 Cup INDIA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ