બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: રોહિત શર્મા રડવા લાગ્યો, વિરાટ કોહલીએ હસતાં મુખે મનાવ્યો, જુઓ ડ્રેસિંગ રૂમમાં શું થયું?

હર્ષના આંસુ / VIDEO: રોહિત શર્મા રડવા લાગ્યો, વિરાટ કોહલીએ હસતાં મુખે મનાવ્યો, જુઓ ડ્રેસિંગ રૂમમાં શું થયું?

Last Updated: 10:21 AM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચમાં ભારતની જીત બાદ બાદ રોહિત શર્મા ભાવુક થઈ ગયો. તેની આંખો આંસુથી ભરેલી દેખાઈ. સવાલ એ છે કે સેમિફાઇનલ બાદ ભારતીય કેપ્ટન કેમ રડવા લાગ્યો? આખરે, મેચ પછી શું થયું, જેના કારણે મેચમાં 57 રનની ઇનિંગ રમનાર રોહિત ભાવુક થઈ ગયો.

ટી20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલમાં ટીમ ઇન્ડિયા જીતી ગઈ. અપેક્ષા મુજબ, તેણે ગયાનામાં ઇંગ્લેન્ડ કરતાં વધુ સારું પ્રદર્શન કરીને ટૂર્નામેન્ટની ફાઇનલની ટિકિટ જીતી લીધી. પણ, આ પછી શું થયું? કેપ્ટન રોહિત શર્મા કેમ રડવા લાગ્યો? ભારત-ઇંગ્લેન્ડની બીજી સેમિફાઈનલ ખતમ થયા પછી ગયાના મેદાન પરથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત શર્મા ઈમોશનલ થતો દેખાય છે. તેની આંખો આંસુઓથી છલકાતી દેખાય છે. પણ સવાલ એ છે કે શા માટે?

દેખીતું છે કે ઇંગ્લેન્ડને હરાવીને ટીમ ઇન્ડિયાએ જીતેલી ફાઈનલની ટિકિટનું ઘણું મહત્ત્વ છે. આ માત્ર ફાઈનલની ટિકિટ નથી, ટીમ ઇન્ડિયાને મળેલી વધુ એક તક છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં છેલ્લા 8 મહિનામાં ટીમ ઇન્ડિયા માટે આ કોઈ ICC ઈવેન્ટની આ બીજી ફાઈનલ છે. ગયાનામાં ઇંગ્લેન્ડ પર જીત મેળવીને મળેલી ફાઈનલની ટિકિટ કોઈ આઈસીસી ટૂર્નામેન્ટ જીતવાની રાહ ખતમ કરવા માટે ટીમ ઇન્ડિયાને મળેલી વધુ એક તક છે. જેનું મહત્ત્વ રોહિત શર્મા સારી રીતે જાણે છે.

રોહિત શર્માનો રડતો વીડિયો થયો વાયરલ

જયારે તમને ખબર હોય કે તમે જે હાંસલ કર્યું છે તેનું મહત્ત્વ ઘણું વધારે છે, ત્યારે ખુશીમાં થોડા ભાવુક થઈ જવું સ્વાભાવિક છે. આવું જ કંઈક રોહિત શર્મા સાથે ગયાનામાં થયું. ઇંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ જીત્યા બાદ રોહિત શર્માની આંખો આંસુઓથી ભરાઈ ગઈ કારણ કે તેને ખબર છે કે તેનું સપનું અને તેની ટીમની રાહ હવે ખતમ થવાની છે. ગયા વર્ષે એ પોતાની કપ્તાનીમાં જે ICC ખિતાબ હાંસલ કરવાનું ચુકી ગયા હતા, એને મેળવવા માટે તેમણે વધુ એક તક મળી છે. બસ આ જ વાતોને વિચારીને ભાવુક થયેલા રોહિતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ભાવુક થયેલા રોહિતને વિરાટે કર્યો ચીયર

વીડિયોમાં રોહિત ડ્રેસિંગ રૂમ પાસે બેસીને રડતો દેખાય છે. આ દરમિયાન રોહિત તેની આંસુ ભરેલી આંખો વારંવાર લૂછતો જોવા મળ્યો. સારી વાત એ છે કે તે ટીમની ખુશી માટે આવું કરી રહ્યો હતો. રોહિત જ્યારે ભાવુક હતો ત્યારે તેની પાસેથી પસાર થતા વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે તેને ચીયર કર્યો હતો.

PROMOTIONAL 12

વધુ વાંચો: સ્ટંપ માઈકમાં કેદ થઈ રોહિતની વાતો, બીજા બોલે જે ધાર્યું તે કર્યું, અંગ્રેજ બોલર જોતો રહી ગયો

રોહિત બન્યો આવું કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન

રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં 57 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. આ સાથે તે ICC નોક આઉટ ઈવેન્ટમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન પણ બની ગયો છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup Rohit Sharma IND vs ENG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ