બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવે ઘરના ઘરનું સપનું થશે સાકાર, કેન્દ્ર સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન, જાણો વિગત

કવાયત / હવે ઘરના ઘરનું સપનું થશે સાકાર, કેન્દ્ર સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન, જાણો વિગત

Priyakant

Last Updated: 09:29 AM, 26 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pradhan Mantri Awas Yojana Latest News: પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ છેલ્લા નવ વર્ષમાં લગભગ 84 લાખ મકાનો પૂર્ણ થયા છે અને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા

Pradhan Mantri Awas Yojana : કેન્દ્ર સરકારે ઘરનું ઘર યોજના અંગે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. વિગતો મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ છેલ્લા નવ વર્ષમાં લગભગ 84 લાખ મકાનો પૂર્ણ થયા છે અને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે. હવે કેન્દ્ર સરકારે આ યોજનાને વિસ્તારવાની યોજના બનાવી છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, આવતા મહિને રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS), નિમ્ન આવક જૂથ (LIG) અને મધ્યમ આવક જૂથ (MIG) માટે પરવડે તેવા આવાસ યોજનામાં ફેરફાર કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 10 જૂને કેબિનેટે તેના ત્રીજા કાર્યકાળના પ્રથમ નિર્ણયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ત્રણ કરોડ વધારાના મકાનોને મંજૂરી આપી હતી જેમાંથી એક કરોડ ઘરો PMAY-અર્બન હેઠળના શહેરો માટે હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, PMAY-U 2.0 હેઠળ વધારાના એક કરોડ મકાનો બાંધવામાં આવે તેવી શક્યતા છે. જુલાઈમાં આવનારા બજેટમાં આ માટે ભંડોળની વ્યવસ્થા કરવામાં આવશે.

વધુ વાંચો : હવે માત્ર 20 જ મિનિટમાં તમે પહોંચી જશો જમ્મુથી વૈષ્ણોદેવી, શરૂ કરાઇ હેલી સર્વિસ, જુઓ Video

એક અધિકારીએ જણાવ્યું હતું કે નવી યોજના PMAYમાંથી પાઠ લેશે જે 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે આ વર્ષે ડિસેમ્બરમાં સમાપ્ત થશે. મોડલિટીઝ પર હજુ કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ નવી યોજના લાભાર્થીઓ સુધી વધુ સારી રીતે પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સરકાર ઇચ્છે છે કે, તમામ જરૂરિયાતમંદોને સમયસર મકાનો મળે. PMAY-U ડિસેમ્બર 2024ની સમયમર્યાદા પહેલા લોન્ચ થવાની સંભાવના છે. યોજનાની પ્રથમ આવૃત્તિ માટે માંગનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. નવી યોજના માટે એક કરોડ મકાનોનો લક્ષ્યાંક સૂચક છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેની શરૂઆતના નવ વર્ષમાં PMAY-U હેઠળ 84 લાખ મકાનો પૂર્ણ કરવામાં આવ્યા છે અને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Pradhan Mantri Awas Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ