બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / નેપાળમાં પૂરે તબાહી મચાવી, છેલ્લા 24 કલાકમાં જ લેન્ડસ્લાઇડ અને વીજળી પડતા 14ના મોત

તબાહી / નેપાળમાં પૂરે તબાહી મચાવી, છેલ્લા 24 કલાકમાં જ લેન્ડસ્લાઇડ અને વીજળી પડતા 14ના મોત

Last Updated: 11:15 AM, 27 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે ચોમાસુ સમયસર નેપાળમાં આવી ગયું છે અને દેશમાં ભારે વરસાદને કારણે મૃત્યુનો સિલસિલો યથાવત છે. નેપાળમાં દર વર્ષે હજારો લોકો પૂરથી પ્રભાવિત થાય છે, જ્યારે ભૂસ્ખલન અને સંપત્તિના વિનાશને કારણે સેંકડો લોકો વિસ્થાપિત પણ થાય છે.

નેપાળમાં પૂરને કારણે ભારે તારાજી સર્જાઇ છે. એન. ડી. આર. આર. એમ. એ. અનુસાર, ભૂસ્ખલનને કારણે 8 લોકોના મોત થયા છે, જ્યારે વીજળી પડવાથી 5 લોકોના મોત થયા છે. પૂર સંબંધિત ઘટનાઓમાં એક વ્યક્તિનું મોત થયું છે.

17 દિવસમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે

નેપાળના નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) ના જણાવ્યા અનુસાર દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને વીજળી પડવાથી ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. એન. ડી. આર. એમ. એ. ના પ્રવક્તા દિજાન ભટ્ટરાઇએ એજન્સીને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ 44 ઘટનાઓ નોંધાઈ છે. ભૂસ્ખલનની ઘટનામાં 2 લોકો હજુ પણ ગુમ છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના રેકોર્ડ અનુસાર ચોમાસુ સક્રિય થયા બાદ છેલ્લા 17 દિવસમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. ચોમાસાથી 33 જિલ્લાઓ પણ પ્રભાવિત થયા છે. આ 17 દિવસમાં 147 ઘટનાઓ નોંધાઈ છે.

આ પણ વાંચોઃ 2400 રૂપિયે 6 કેરી, કિલો ભીંડાએ 650 રૂપિયા, લંડનમાં કેટલા મોંઘા ભાવે વેંચાઇ રહ્યું છે ઇન્ડિયન ફૂડ્સ, જુઓ Video

વીજળી પડવાથી 13ના મોત

છેલ્લા 17 દિવસમાં વીજળી પડવાની ઘટનાઓમાં લગભગ 13 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ચોમાસુ સમયસર નેપાળમાં આવી ગયું છે અને દેશમાં ભારે વરસાદને કારણે મૃત્યુનો સિલસિલો યથાવત છે. નેપાળમાં દર વર્ષે હજારો લોકો પૂરથી પ્રભાવિત થાય છે, જ્યારે ભૂસ્ખલન અને સંપત્તિના વિનાશને કારણે સેંકડો લોકો વિસ્થાપિત પણ થાય છે.

PROMOTIONAL 13

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lightning Nepal Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ