બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 23 લાખ લોકોને થશે ફાયદો! મોદી સરકારે EPFOનો ઝંઝટવાળો નિયમ બદલ્યો, સુવિધા બની સરળ

તમારા કામનું / 23 લાખ લોકોને થશે ફાયદો! મોદી સરકારે EPFOનો ઝંઝટવાળો નિયમ બદલ્યો, સુવિધા બની સરળ

Priyakant

Last Updated: 12:58 PM, 29 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFO Rule Change Latest News : કેન્દ્ર સરકારે શુક્રવારે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS) 1995માં ફેરફાર કર્યા, નવા સુધારાથી દર વર્ષે 7 લાખથી વધુ EPS સભ્યોને ફાયદો થશે જેઓ 6 મહિનાથી ઓછી યોગદાન સેવા પછી યોજના છોડી દે છે

EPFO Rule Change : EPFOના એક નિયમમાં કેન્દ્ર સરકારે ફેરફાર કરતાં હવે સુવિધા સરળ બની છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે શુક્રવારે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS) 1995માં ફેરફાર કર્યા છે. હવે 6 મહિનાથી ઓછા સમય માટે યોગદાન આપનાર સભ્યો પણ પૈસા ઉપાડી શકશે. આ ફેરફારથી લાખો EPS કર્મચારીઓને ફાયદો થશે. વાસ્તવમાં દર વર્ષે લાખો EPS સભ્યો પેન્શન માટે જરૂરી 10 વર્ષની યોગદાન સેવા પૂરી કર્યા પહેલા યોજના છોડી દે છે. તેમાં 6 મહિનામાં આ સ્કીમ છોડનારા લોકોની સંખ્યા વધુ છે.

EPS હેઠળ જેમણે 10 વર્ષ પહેલાં યોજના છોડી દીધી હતી તેમને ઉપાડની સુવિધા આપવામાં આવી હતી પરંતુ 6 મહિના પહેલાં યોજના છોડી ચૂકેલા લોકોને તેમના યોગદાન પર ઉપાડની સુવિધા આપવામાં આવી ન હતી. જોકે હવે આ નિયમમાં ફેરફાર કરીને સરકારે મોટી રાહત આપી છે. નવા સુધારાથી દર વર્ષે 7 લાખથી વધુ EPS સભ્યોને ફાયદો થશે જેઓ 6 મહિનાથી ઓછી યોગદાન સેવા પછી યોજના છોડી દે છે.

સરકારે આ નિયમમાં પણ કર્યા ફેરફાર

યોજનાને વધુ સુધારવા માટે, સરકારે EPS વિગતોમાં પણ સુધારો કર્યો છે. હવેથી ઉપાડનો લાભ સભ્યએ કેટલા મહિનાની સેવા કરી છે અને પગારમાં આપેલી EPSની રકમ પર નિર્ભર રહેશે. આ નિયમ ઉપાડને સરળ બનાવશે. આ ફેરફારથી 23 લાખથી વધુ EPS સભ્યોને ફાયદો થશે.

આવો જાણીએ અગાઉ શું નિયમ હતો?

અત્યાર સુધી ઉપાડના લાભની ગણતરી પૂર્ણ થયેલા વર્ષોમાં યોગદાન સેવાના સમયગાળા અને EPS યોગદાન ચૂકવવામાં આવેલ પગારના આધારે કરવામાં આવતી હતી. 6 મહિના કે તેથી વધુ યોગદાન સેવા પૂર્ણ કર્યા પછી જ સભ્યો આવા એક્ઝિટ બેનિફિટ્સ માટે હકદાર હતા. પરિણામે જે સભ્યોએ 6 મહિના કે તેથી વધુ સમય માટે યોગદાન આપતા પહેલા સ્કીમ છોડી દીધી હતી તેમને કોઈ ઉપાડનો લાભ મળ્યો નથી.

7 લાખ દાવાઓ નકાર્યા

જૂના નિયમને કારણે ઘણા સભ્યો 6 મહિના કરતા ઓછા સમયની યોગદાન સેવા વિના બહાર જતા હોવાથી ઘણા દાવાઓ નકારી કાઢવામાં આવ્યા હતા. સરકારી નોટિફિકેશન મુજબ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 6 મહિનાથી ઓછી યોગદાન સેવાને કારણે ઉપાડ લાભના લગભગ 7 લાખ દાવાઓ નકારી કાઢવામાં આવ્યા હતા. હવે આ EPS સભ્યો કે જેમણે 14.06.2024 સુધીમાં 58 વર્ષની વય પ્રાપ્ત કરી નથી તેઓ ઉપાડના લાભ માટે હકદાર બનશે.

વધુ વાંચો : નહીં ઝૂકે ભારત! જ્યારે PM મોદીએ G20માંથી બહાર નીકળવાની આપી ચેતવણી, અમિતાભ કાંતે ખોલ્યા રાજ

આવો જાણીએ શું છે આ EPS ?

ઘણીવાર લોકો EPS વિશે મૂંઝવણમાં હોય છે. વાસ્તવમાં આ એક પેન્શન સ્કીમ છે જેનું સંચાલન EPFO ​​કરે છે. આ યોજના હેઠળ 10 વર્ષ સુધી યોગદાન આપવું પડશે પછી તમે નિવૃત્તિ પછી પેન્શનના હકદાર બનો છો. આ યોજના હેઠળ વર્તમાન અને નવા EPF સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમ્પ્લોયર/કંપની અને કર્મચારી બંને EPF ફંડમાં કર્મચારીના પગારના 12% જેટલું યોગદાન આપે છે. જોકે સમગ્ર કર્મચારીનું યોગદાન EPFમાં જાય છે અને એમ્પ્લોયર/કંપનીનો હિસ્સો 8.33% એમ્પ્લોયી પેન્શન સ્કીમ (EPS)માં જાય છે અને 3.67% દર મહિને EPFમાં જાય છે. ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી અને નિવૃત્તિ પછી પેન્શન લાભો આપવામાં આવશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

EPFO Rule Change EPS EPFO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ