બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / રાહુલ ગાંધીએ સત્રમાં ચગાવ્યો NEETનો મુદ્દો, ભારે ઉહાપોહ બાદ લોકસભા સોમવાર સુધી સ્થગિત

BREAKING / રાહુલ ગાંધીએ સત્રમાં ચગાવ્યો NEETનો મુદ્દો, ભારે ઉહાપોહ બાદ લોકસભા સોમવાર સુધી સ્થગિત

Priyakant

Last Updated: 12:13 PM, 28 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parliament Session Latest News : વિપક્ષના હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી

Parliament Session : 18મી લોકસભાની રચના બાદ સંસદનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો 5મો દિવસ છે. આજથી રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થશે. બંને ગૃહોમાં ચર્ચા માટે 21-21 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે રાહુલ ગાંધી અને વિપક્ષ દ્વારા NEET મુદ્દે થયેલા હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

આજથી સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા શરૂ થશે. આ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, NEET મુદ્દે સંસદમાં ચર્ચા કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓ આ દેશનું ભવિષ્ય છે. યુવાનો સુધી સંદેશો જવો જોઈએ કે NEET મામલે સરકાર અને વિપક્ષ એક સાથે છે. સંસદની કાર્યવાહી પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે પેપર લીક પર પહેલા ચર્ચા થવી જોઈએ. પીએમ મોદીએ ચર્ચામાં ભાગ લેવો જોઈએ.

NEET મુદ્દે હોબાળા બાદ પહેલા લોકસભા અને બાદમાં રાજ્યસભા પણ સ્થગિત

NEET મુદ્દે થયેલા હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષ પહેલા સંસદમાં NEET પર ચર્ચાની માંગ કરી રહ્યો છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ NEETના મુદ્દે હોબાળો થઈ રહ્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો છે. ખડગેએ કહ્યું કે NEETની ચર્ચા નિયમ 267 હેઠળ થવી જોઈએ. તેમણે કહ્યું કે, NDA સરકાર દરમિયાન 7 વર્ષમાં 70 વખત પેપર લીક થયા હતા.NEET મુદ્દે થયેલા હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

વધુ વાંચો : શાળા પ્રવેશોત્સવનો છેલ્લો પડાવ: CM ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં બાળકોને અપાવ્યો પ્રવેશ, આપ્યો આ સંદેશ

રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા શરૂ થઈ હતી. વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ચર્ચા શરૂ કરી હતી. વિપક્ષના સાંસદો વેલમાં આવી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

NEET Parliament Session Parliament session 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ