બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / કેન્યામાં હિંસક પ્રદર્શન વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે જારી કરી એડવાઈઝરી, આપી અત્યંત સાવધાની રાખવાની સલાહ

NRI ન્યૂઝ / કેન્યામાં હિંસક પ્રદર્શન વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે જારી કરી એડવાઈઝરી, આપી અત્યંત સાવધાની રાખવાની સલાહ

Last Updated: 07:54 AM, 26 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે ટેક્સ વધારાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ કેન્યાની સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને તેને આગ ચાંપી દીધી. પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા પાંચ પ્રદર્શનકારીઓના મોત થયા, જયારે ડઝનેક લોકો ઘાયલ થયા છે. સ્થિતિને જોતા ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે.

કેન્યામાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનને કારણે ભારતે પોતાના નાગરિકોને આફ્રિકન દેશમાં વર્તમાન તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાની રાખવાની સલાહ આપી છે. કેન્યામાં ભારતીય હાઈ કમિશને એક એડવાઈઝરી પોસ્ટમાં જણાવ્યું કે, "પ્રવર્તમાન તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્યામાં તમામ ભારતીયોને અત્યંત સાવધાની રાખવા, બિનજરૂરી અવરજવરને પ્રતિબંધિત કરવા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વિરોધ અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે."

ભારતીય હાઈ કમિશને કહ્યું કે કેન્યામાં રહેતા ભારતીય નાગરિકોએ અપડેટ્સ માટે સ્થાનિક સમાચાર અને મિશનની વેબસાઈટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સને જોતા રહેવા જોઈએ. ભારત સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. એક સત્તાવાર અનુમાન મુજબ, કેન્યામાં હાલમાં લગભગ 20,000 ભારતીયો રહે છે.

વાસ્તવમાં મંગળવારે ટેક્સ વધારાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ કેન્યાની સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો અને તેને આગ ચાંપી દીધી. પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા પાંચ પ્રદર્શનકારીઓના મોત થયા, જયારે ડઝનેક લોકો ઘાયલ થયા છે. પૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાની સાવકી બહેન નૈરોબી ઓબામા પણ પ્રદર્શનકારીઓમાં સામેલ હતા, જેમના પર પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

PROMOTIONAL 13

લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે - રાષ્ટ્રપતિ રૂટો

પરિસ્થિતિ અંગે કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ કહ્યું કે લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ટેક્સ ડિબેટને ખતરનાક લોકોએ હાઇજેક કરી લીધી. અરાજકતા પાછળ જે લોકો છે, તેમની ઓળખ કરવામાં આવી રહી છે. અમે આજની રાજદ્રોહની ઘટનાઓ પર ઝડપ પ્રતિક્રિયા જવાબ આપીશું. આપણે ગુનાઓને લોકશાહી અભિવ્યક્તિથી અલગ કરવા પડશે.

વધુ વાંચો: BIG NEWS : સંસદ સળગાવી મૂકી લોકોએ, દેશમાં વ્યાપી ભારે અંધાધૂંધી, 10થી વધુના મોત

પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ રૂટો પર લગાવી રહ્યું છે આરોપ

જણાવી દઈએ કે કેન્યાની સંસદે ટેક્સ વધારવાનો પ્રસ્તાવ ધરાવતું વિવાદાસ્પદ બિલ પસાર કર્યા બાદ કેન્યાની રાજધાની નૈરોબી અને દેશભરના અન્ય શહેરોમાં હિંસક અથડામણો અને પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓએ કેન્યાના રાષ્ટ્રપતિ રૂટો પર 2022માં રાષ્ટ્રપતિ બન્યા બાદ જનતા સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે રૂટોએ ગરીબોને મદદ કરવાનું વચન આપ્યું હતું. તેમણે ટેક્સ ન વધારવા અને લોનની કિંમતમાં ઘટાડો કરવા માટે સરકારના નવા ફાઇનાન્સ બિલને સંપૂર્ણપણે નકારી કાઢવાની વાત કરી હતી.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kenya Parliament Protests NRI News Kenya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ